દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની ટીસીએસ ૧૮મી મેથી ૧૬૦૦૦ કરોડના શેર બાયબેક કરવાની શરૂઆત કરવા તૈયાર છે. જો સફળ રહેશે તો બાયબેક આરઆઈએલના ૨૦૧૨ની શેર ફેર ખરીદી ૧૦૪૦૦ કરોડના આંકડાને પાર કરી લેશે. ગયા મહિનામાં બાયબેકને શેર હોલ્ડરો તરફથી મંજુરી મળી ચુકી છે. બાયબેક કાર્યક્રમ ૧૮મી મેના દિવસથી શરૂ થશે અને ૩૧મી મે સુધી ચાલશે. રેગ્યુલેટરીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ટીસીએસ દ્વારા ૧૬મી મે પહેલા તમામ લાયક શેરધારકોને બાયબેક માટે લેટર ઓફ ઓફર્સ મોકલનાર છે. જો સફળતાપૂર્વક આ પ્રક્રિયા આગળ વધશે તો શેર બાયબેક ભારતના સૌથી મોટા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ૨૦૧૨ના શેર બાયબેકને પાછળ છોડી દે છે. ૨૦૧૨માં રિલાયન્સે ૧૦૪૦૦ કરોડના શેર બાયબેક કર્યા હતા. શેર બાયબેક મુળભૂતરીતે પ્રતિ શેર કમાણીમાં સુધારો કરે છે. ભારતીય આઈટી કંપનીઓ હાલમાં ભારે દબાણ હેઠળ દેખાઈ રહી છે. ટીસીએસે અગાઉ કહ્યું હતું કે તેને રોકાણકારો તરફતી સૂચનો મળી રહ્યા છે. ખાસ કરીને ડીવીડંડ પોલીસી ઉપર નિશ્ચિત બાબત માટે જરૂરિયાતને લઇને રજૂઆત થઇ રહી છે. આજ કારણસર બાયબેકની તૈયારી કરવામાં આવી છે. મુંબઈ સ્થિત કંપની ઝડપથી આગળ વધવાની તૈયારીમાં છે. બીજી બાજુ ઇન્ફોસીસે પણ આ નાણાંકીય વર્ષમાં ૧૩૦૦૦ કરોડ સુધી રિટર્નઅપની પોલિસીની જાહેરાત કરી દીધી છે. કોગ્નીઝંટ દ્વારા પણ ૩.૪ અબજ ડોલરની કિંમતના શેર બાયબેકની જાહેરાત કરી હતી. એચસીએલ ટેકનોલોજીએ પણ ૩૫૦૦ કરોડ રૂપિયાની કિંમતના શેર બાયબેકની મંજુરી આપી દીધી છે. ફેબ્રુઆરીમાં ટીસીએસ બોર્ડે ૫.૬૧ કરોડના ઇક્વિટી શેર સુધી બાયબેક કરવાની દરખાસ્તને મંજુરી આપી હતી.
(અનુસંધાન નીચેના પાને)