Aapnu Gujarat
રમતગમત

મુંબઇ-પુણે વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો તૈયાર

આજે ઈન્ડિયન પ્રિમીયર લીગની પ્રથમ ક્વાલિફાયર મેચ રમાનાર છે. મુંબઇ ઇન્ડિયન્સ અને પુણે સુપર વચ્ચે આ જંગ ખેલાનાર છે. બન્ને વચ્ચે ખેલાનાર ફાઇટ ટુ ફિનિશ જંગનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ક્વાલિફાયર-૧ મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બન્ને ટીમો હવે નિર્ણાયક સમયમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ ઘરઆંગણે હોટફેવરીટ તરીકે રહેનાર છે. જો કે સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં પુણેની ટીમ પણ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બન્ને ટીમના સ્ટાર ખેલાડી પર તમામની નજર રહેશે. આઈપીએલ-૧૦ની મેચો ૨૧મી મે સુધી ચાલનાર છે. સન રાઇઝ હૈદરાબાદ વર્તમાન ચેમ્પિયન ટીમ છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. પ્રથમ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થયા બાદ હવે ક્વાલિફાયરનો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ હજુ સુધી જોવા મળી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે જે પૈકી પ્રથમ તબક્કામાં ૫૬ મેચો રમાઇ ચુકી છે. બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવીહતી. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાઇ હતી. આવતીકાલની મેચમાં હાઉસફુલની સ્થિતી જોવા મળી શકે છે.

Related posts

આઈપીએલમાં પહેલી વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે

aapnugujarat

आईपीएल : 100 कैच लेने वाले दूसरे विकेटकीपर बने धोनी

editor

આવતીકાલે આફ્રિકા-ભારત વચ્ચે ચોથી વનડે મેચને લઇ ઉત્સુકતા

aapnugujarat

Leave a Comment

URL