Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુરક્ષા દળોને મોટી સફળતા : પાંચ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારાયા

જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લાના બડગામમાં સેના અને સુરક્ષા દળોને આજે હજુ સુધીની સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. સુપર સેન્ડેના ભાગરુપે સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે આજે પાંચ કુખ્યાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુઝાહિદ્દીનના અનેક ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આજના આ ઓપરેશનની સાથે જ બુરહાનવાનીની સમગ્ર ગેંગનો હવે સફાયો થઇ ચુક્યો છે. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ તેના કુખ્યાત ત્રાસવાદીઓ સક્રિય થયેલા હતા પરંતુ આજે મોટુ ઓપરેશન પાર પાડીને કુખ્યાત ત્રાસવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. આજે અથડામણમાં હિઝબુલનો કમાન્ડર સદ્દામ અને તેના બે સાથી બિલાલ મૌલવી અને આદિલ સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સદ્દામને પોસ્ટરબોય તરીકે પણ ગણવામાં આવી રહ્યો હતો. સદ્દામ હિઝબુલનો ટોપ કમાન્ડર હતો અને બુરહાન વાની બ્રિગેડમાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક માત્ર જીવિત કમાન્ડર હતો. આ અથડામણ દરમિયાન બે સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં સેના અને પોલીસના એક એક જવાનનો પણ સમાવેશ થાય છે. કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. તાજેતરમાં જ આતંકવાદના રસ્તા પર જતા રહેલા કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટનો પણ સફાયો થયો છે તે શુક્રવારના દિવસે લાપત્તા થઇ ગયો હતો. સોપિયનમાં આ અથડામણ થઇ હતી. પાંચેય ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એસપી વૈદ્ય દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. સદ્દામને ખુબ જ કુખ્યાત આતંકવાદી તરીકે ગણવામાં આવતો હતો. આજના એન્કાઉન્ટરને ધ્યાનમોં લઇને સુરક્ષાના ભાગરુપે દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે સોપિયાના જેનાપુરા વિસ્તારમાં બડીગામ ગામમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સીઆરપીએફના જવાનો પણ જોડાયા હતા. અધિકારીઓના કહેવા મુજબ શોધખોળ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબીકાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે જવાનો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ પાંચેય ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તરીતે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ સોપિયનમાં આ સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ પુલવામા અને દક્ષિણ કાશ્મીરના અન્ય ભાગોમાં હિંસાની શરૂઆત થઇ હતી. સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે સોપિયન, પુલવામામાં ઝપાઝપી થઇ હતી. ગયા શુક્રવારે મોહમ્મદ રફી ભટ્ટની સંડોવણી ખુલી હતી. હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી બુરહાન વાનીને ૨૦૧૬માં એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યો હતો.

હાલમાં જ ત્રાસવાદી બનનાર યુનિવર્સિટી પ્રોફેસર પણ ઠાર
જમ્મુ કાશ્મીરમાં ઠાર કરી દેવામાં આવેલા પાંચ કુખ્યાત ત્રાસવાદીઓમાં કાશ્મીર યુનિવર્સિટી પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટનો પણ સમાવેશ થાય છે. ભટ્ટ થોડાક દિવસ પહેલા જ આતંકવાદના રસ્તા પર જતો રહ્યો હતો. ભટ્ટ શુક્રવારના દિવસથી લાપત્તા હતો. શુક્રવારના દિવસે તેની આતંકવાદીઓમાં સંડોવણી હોવાની બાબત ખુલી હતી. કારણ કે તે વખતે સુરક્ષા દળોની જાળમાં તે ફસાઈ ગયો હતો. ભટ્ટની આતંકવાદી ગતિવિધિમાં સંડોવણી ખુબ ઓછા સમય સુધી રહી છે. કારણ કે, ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થતાંની સાથે જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના ગંદરબાલ જિલ્લાના વિસ્તારમાં રહેનાર ભટ્ટ કાશ્મીર યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ ઉપર રહેલા આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે હતો. તે શુક્રવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ લાપત્તા થઇ ગયો હતો. છેલ્લે આ શખ્સે તેની મા સાથે તે ક્યાં છે તે અંગે માહિતી આપ્યા વગર વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, તે હવે થોડાક સમય સુધી જ જીવિત રહેનાર છે. હિઝબુલ મુઝાહીદ્દિનના કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં યુવાનો આતંકવાદી ગતિવિધિમાં જોડાયા હતા પરંતુ આ લોકોને ટૂંકા ગાળામાં મોતને ઘાટ ઉતારાયા હતા. ભટ્ટના પરિવારના સભ્યોએ ગઇકાલે સવારે તેના લાપત્તા થવાના સંદર્ભમાં યુનિવર્સિટી સત્તાવાળાઓને જાણ કરી હતી. ત્યારબાદ લાપત્તા થવાને લઇને યુનિવર્સિટી કેમ્પસમાં જોરદાર દેખાવો થયા હતા. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિદ્યાર્થીઓને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે, લાપત્તા થયેલા પ્રોફેસરને શોધી કાઢવા તમામ પ્રયાસો કરવામાં આવશે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને આ સંદર્ભમાં જાણ કરવામાં આવી હતી.
આજે સવારે બડીગામ ગામમાં એન્કાઉન્ટરમાં ત્રાસવાદીઓની અંદર ભટ્ટ પણ જોવા મળ્યો હતો. સુરક્ષા દળોએ આ તમામને ઠાર કર્યા હતા. શનિવારના દિવસે પણ ત્રણ ત્રાસવાદીઓને છત્તાબલ વિસ્તારમાં ઠાર કરાયા હતા.

Related posts

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

aapnugujarat

सहायक सिस्टम बदलाव करने का मन बना रही है सेना

aapnugujarat

જીજાજીએ સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1