એન્જેલિના જોલી અને બ્રાડ પીટ ફરી એકવાર ડેટિંગ પર હોવાના હેવાલ મળી રહ્યા છે. આ સમાચાર સાંભળીને બન્નેના લાખો ચાહકોને પણ ભારે આશ્ચર્ય થયુ છે. કેટલાક મહિનાઓથી બન્ને એકબીજાથી દુર થઇ ગયા હોવા છતાં બન્ને હજુ એકબીજાને પ્રેમ કરે છે. આની સાબિતી હવે મળી રહી છે. નજીકના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે મહિના સુધી અલગ રહ્યા બાદ બન્ને તેમના રોમાન્સને ફરી શરૂ કરી ચુક્યા છે. બન્ને એકબીજાની નજીક આવતા હવે કાયદાકીય પ્રક્રિયા ફરી અટકી પડે તેવી શક્યતા છે. એક સપ્તાહમાં અનેક વખત બન્ને સાથે જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે જુની ફિલિંગ પરત ફરી રહી છે. લાઇફ એન્ડ સ્ટાઇલને સુત્રોએ માહિતી આપી હતી. તેઓ હવે ફરી એવી રીતે વાત કરી રહ્યા છે જે રીતે તેમની વચ્ચે ક્યારેય કોઇ મતભેદ ન હતા અને બન્ને વચ્ચે કોઇ દુવિધા હતી. બન્ને ફરી ડેટિંગ પર હોવાના હેવાલ હોલિવુડમાં પણ વહેતા થયા છે. અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં લગ્ન જીવનનો અંત લાવી દેવાની જાહેરાત કરી દેતા કરોડો ચાહકો ચોંકી ગયા હતા. કારણ કે હોલિવુડની સૌથી આદર્શ જોડી તરીકે તેમની જોડી ગણવામાં આવતી હતી. એવા હેવાલ પણ મળ્યા છે કે બન્ને દરરોજ લાંબા સમસ સુધી ફોન પર વાત કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં બન્ને વચ્ચે છુટાછેડા થઇ ગયા બાદ બન્ને વચ્ચે બાળકોને લઇને લડાઇ શરૂ થઇ હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેમના છ બાળકોને લઇને મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. બન્ને એકબીજાથી અલગ કેમ થઇ ગયા હતા તે સંબંધમાં હજુ સુધી માહિતી મળી શકી નથી. એન્જેલિના જોલી અને બ્રાડ પીટે આની કોઇ જાહેરાત કરી નથી. બન્ને વચ્ચેની કેમિસ્ટ્રીને હોલિવુડમાં શ્રેષ્ઠ કેમિસ્ટ્રી તરીકે જોવામાં આવે છે. જોલી અને બ્રાડ હવે મતભેદો ભુલીને ફરી તેમની લાઇફને એકબીજા સાથે આગળ વધારી શકે છે.
આગળની પોસ્ટ