ખુબસુરત અભિનેત્રી હુમા કુરૈશી હવે એક ફિલ્મમાં તેના સગા ભાઇ અને અભિનેતા શાકીબ સલીમની સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ દોબારા- સી યોર એવિલ નામની ફિલ્મમાં બન્ને સાથે નજરે પડનાર છે. આ સંબંધમાં હુમાના સગા ભાઇ શાકીબ સલીમે માહિતી આપી છે. તેનુ કહેવુ છે કે તેને ક્યારેય વિચાર્યુ ન હતુ કે કોઇ ફિલ્મમાં તેને તેની બહેન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળશે પહેલા અમે ક્યારેય એવુ વિચાર્યુ ન હતુ કે કોઇ સમય સાથે ફિલ્મ કરવાની પણ તક મળી જશે. પરંતુ આ સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. શાકીબે કહ્યુ છે કે તેની બહેન હુમા બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતા સાબિત કરી ચુકી છે. ૨૯ વર્ષીય શાકીબે કહ્યુ છે કે હુમા કુરેશી બોલિવુડમાં તમામ મોટા સ્ટાર સાથે કામ કરી રહી છે. થોડાક સમય પહેલા તે બોલિવુડના સુપરસ્ટાર પૈકી એક એવા અક્ષયકુમારની સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હુમા પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મો પણ રહેલી છે. તે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી છે. હુમા સાથે કામ કરીને તે ઘણી નવી ચીજો શીખી રહ્યો છે. પ્રવાલ રામનના નિર્દેશન હેઠળ દોબારા -સી યોર એવિલ નામની ફિલ્મ બની રહી છ આ ફિલ્મ વિતેલા વર્ષોની સુપરહિટ હોલિવુડ ફિલ્મ ઓક્યુલસની સત્તાવાર રીમેક ફિલ્મ છે. ફિલ્મના નિર્માણ પર છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યુ હતુ. હુમા કુરૈશીએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ગેંગ્સ ઓફ વાસેપુર મારફતે કરી હતી જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી ન હતી. જોકે હુમા પોતાની પ્રથમ ફિલ્મ સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઇ ગઇ છે હાલમાં તે સૌથી આશાસ્પદ સ્ટાર પૈકીની એક તરીકે રહી છે, તે સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. તે બોલિવુડમાં જામી ચુકી છે.