Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા વધુ એક હોલિવુડ ફિલ્મ ટુંકમાં સાઇન કરશે

લોકપ્રિય બોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપડાની હવે હોલિવુડ કેરિયર પણ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તેની પ્રથમ હોલિવુડ ફિલ્મ બેવોચ હજુ રજૂ કરવામાં આવી નથી ત્યારે તેની પાસે વધુ હોલિવુડ ફિલ્મ કરવા માટેની ઓફર સતત પહોંચી રહી છે. પ્રિયંકા ચોપડા હાલમાં હિન્દીની સાથે સાથે હોલિવુડ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. પ્રિયંકા ચોપાડા અ કિડ લાઇફજેક રહેશે. આ ફિલ્મમાં અનેક વખત એમી એવોર્ડ વિજેતા બની ચુકેલી ક્લેયર ડેન્સ અને ધ બિંગ બૈગ થિયએરીમાં કામ કરી ચુકેલા અભિનેતા જીમ પારસન્સ કામ કરી રહ્યા છે. સાથે સાથે ઓક્ટેવિયા સ્પેન્સર પણ ચાવીરૂપ રોલ અદા કરનાર છે. એક અમેરિકી વેબસાઇટના કહેવા મુજબ આ ફિલ્મને પારસન્સના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે જ ન્યુયોર્ક ખાતે શરૂ કરી દેવામાં આવનાર છે. આ ફિલ્મની પટકથા મુજબ અલેક્સ (ડેન્સ) અને ગ્રેર વ્હીલર (પારસન્સ)ને પોતાના ચાર વર્ષના પુત્રને લઇને ખુબ આશા છે. પરંતુ તેઓ પોતાના પુત્રને કોઇ મોંઘી સ્કુલમાં ભણાવવાની સ્થિતીમાં નથી. જેકના પ્રી સ્કુલમાં એડમિશનથી પહેલા સ્કુલના ડાયરેક્ટર જુડી (સ્પેન્સર) અલેક્સ અને ગ્રેગને કહે છે કે તે જેકના લેગિંગ અંતર વાળા મુદ્દા મામલે એક્સપ્રેશન આપે જેથી તેને સ્કોલરશીપ મળી શકે. ત્યારબાદ બન્ને પેરેન્ટસ વચ્ચે લડાઇ શરૂ થઇ જાય છે.આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાને અમાલના રોલમાં મનાવી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જે એલેક્સ અને ગ્રેરની મિત્ર છે સાથે સાથે સિંગલ મધર છે. અમાલ પોતાના બાળક માટે એક સારી સ્કુલની શોધમાં હોય છે. આ પ્રિયંકા ચોપડા માટે હકારાત્મક રોલ તરીકે રહેશે. કારણ કે પ્રિયંકાને પોતાની પ્રથમ હોલિવુડ ફિલ્મમાં નેગેટિવ રોલની તક મળી છે. બેવોચનુ શુટિંગ હાલ ચાલે છે.

Related posts

હવે ઉમંગ કુમારની ફિલ્મમાં સંજય દત્ત કામ કરવા તૈયાર

aapnugujarat

ઇશા ગુપ્તા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો મેળવે છે

aapnugujarat

ह्यूमर खुद को बयां करने का एक स्वाभाविक तरीका है : ऋचा

aapnugujarat

Leave a Comment

URL