Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ : સ્કુલવાન ટ્રેનની અડફેટે આવતા ૧૪ના મોત

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં માનવ રહિત રેલવે ક્રોસિંગ પર આજે સવારે સ્કુલ વાન અને ટ્રેન ધડાકા સાથે અથડાતા ૧૩ સ્કુલી બાળકો સહિત ૧૪ લોકોના મોત થઇ ગયા હતા. આ બનાવને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. લાપરવાહીના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઇવરે કાનમાં ઇયરફોન લગાવેલા હતા જેથી તેને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો અને વાન ટ્રેનની અડફેટે આવી જતાં આ ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. આજે સવારે કુશીનગરના વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનમાં દુદહી રેલવે ક્રોસિંગ ઉપર આ બનાવ ન્યો હતો. અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ પણ થયા છે જે પૈકી આઠથી વધુ બાળકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ વિગત આપતા કહ્યું છે કે, સ્કુલી વાન દુદહી માનવ રહિત ક્રોસિંગ પરથી પસાર થઇ રહી હતી ત્યારે ત્યાં રહેલા ગેટમેને વાનના ડ્રાઇવરને આગળ ન વધવા ઇશારો કર્યો હતો પરંતુ ડ્રાઇવરે ધ્યાન આપ્યું ન હતું. સ્થાનિક લોકોએ પણ આ મુજબની જ વાત કરી છે. બાળકો પણ બુમાબુમ મચાવી રહ્યા હતા પરંતુ ડ્રાઇવરને અવાજ સંભળાયા ન હતા. આ સ્કુલી વાનમાં ૨૫ બાળકો હતા. આ સ્કુલી વાન ડિવાઈન પબ્લિક સ્કુલની હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતથી જુલાઈ ૨૦૧૬માં ભદોહી જિલ્લામાં થયેલા આવા જ એક અકસ્માતની યાદ તાજી કરી હતી જેમાં આઠ બાળકો સહિત ૯ના મોત થયા હતા. અહીં પણ વાનના ડ્રાઇવરે ઇયરફોન લગાવેલા હતા. માનવ રહિત ક્રોસિંગનો મામલો ફરી એકવાર સપાટી ઉપર આવી રહ્યો છે. બીજી બાજુ રેલવે દ્વારા પણ વળતરની જાહેરાત કરાઈ છે. રેલવે મંત્રી પીયુષ ગોયેલે કહ્યું છે કે, કુશીનગરમાં થયેલી દુર્ઘટનાને લઇને ખુબ જ દુખ છે. સિનિયર અધિકારીઓને તપાસના આદેશ કરવામાં આવ્યા છે. મૃતકોના પરિવારના સભ્યોને બે-બે લાખ રૂપિયા આપવામાં આવશે. યુપી સરકાર તરફથી પણ બે-બે લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આજે સવારે આ અકસ્માત સર્જાવા અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખલિેશ યાદવે પણ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, બાળકોના મોતથી ખુબ દુખ થયું છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. મળેલી માહિતી મુજબ માનવ રહિત ક્રોસિંગ નજીકથી ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. વાનના ડ્રાઇવરનું પણ ઘટનાસ્થળે મોત થયું હોવાના અહેવાલને પ્રાથમિકરીતે સમર્થન મળ્યું છે.

ભીષણ દુર્ઘટનાના મામલામાં તપાસનો યોગીએ કરેલો હુકમ
ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં આજે સ્કુલી વાન અને ટ્રેન વચ્ચે જોરદાર ટક્કરમાં ૧૩ સ્કુલી વિદ્યાર્થીઓ સહિત ૧૪ લોકોના દર્દનાક મોત થયા બાદ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર પણ આઘાતમાં ગરકાવ થઇ ગઇ હતી. આ અકસ્માતની ગંભીર નોંધ લઇને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અકસ્માતમાં ઘાયલ થયેલા બાળકોને પુરતી અને બનતી તમામ મદદ કરવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે તેમના પરિવાર માટે વળતરની પણ જાહેરાત કરી હતી. ટ્રેન અને સ્કુલી વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતના મામલે તપાસ કરવાનો યોગી આદિત્યાનાથે ગોરખપુર કમીશનરને આદેશ કર્યો હતો. મુખ્યપ્રધાન યોગી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે ઘાયલ થયેલા બાળકોને મળવા માટે પણ પહોંચી ગયા હતા. કુશીનગરમાં માનવરહિત ક્રોસિંગ ખાતે આ અકસ્માત થયો હતો. યોગીએ કબુલાત કરી હતી કે ડ્રાઇવરે કાનમાં ઇયરફોન લગાવેલા હતા જેથી આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યુ હતુ કે ઘટનામાં તપાસના આદેશ કરવામાં આવ્યા છે. દોષિતોની સામે કઠોર કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. યોગીએ કહ્યું હતું કે, મૃતકો અને ઘાયલ થયેલા બાળકોના પરિવારના સભ્યોને તેઓ મળી ચુક્યા છે. આ પ્રકરણમાં સ્કુલની નોંધણીના મામલામાં પણ તપાસ થશે. પ્રથમ રીતે જોતા લાગે છે કે, ડ્રાઇવરે કાનમાં ઇયરફોન લગાવેલો હોવાથી તેને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો. તેની વયને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. ગોરખપુરના ડીઆરડી કોલેજમાં ઇજાગ્રસ્તોને દાખલ કરાયા છે. યોગીએ કહ્યું હતું કે, રેલવે માનવ રહિત ક્રોસિંગને ખતમ કરવા માટે પ્રયાસ કરે છે. યોગી આદિત્યનાથે અકસ્માતના મામલામાં તરત તપાસનો આદેશ આપ્યો છે. સાથે સાથે મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. યોગી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Related posts

राष्ट्रपिता महात्मा गांधी की 151वीं जयंती: राष्ट्रपति और पीएम मोदी ने राजघाट पर दी श्रद्धांजलि

editor

આરબીઆઈએ સરકારના વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ : ગડકરી

aapnugujarat

તિબેટમાં ચીની સેના દ્વારા સૈન્ય અભ્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1