Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ૭૦૦ પોલીસ ભરતી માટે ૬૭૦૦૦ ઉમેદવારો

કાશ્મીરમાં સ્થાનિક લોકો ભારત અને ભારતના અભિન્ન અંગે જેવા રાજ્ય કાશ્મીર પ્રત્યે લગાવ ધરાવે છે અને તેમને આતંકવાદીઓની કશી પડેલી નથી એ વાત આમ તો અનેકવાર સાબિત થઈ ગઈ છે, પરંતુ છેલ્લા છ મહિનાથી ગણ્યાગાંઠ્યા લોકો કાશ્મીરમાં ભારે ઉત્પાત મચાવી રહ્યા છે અને આખા વિશ્વમાં એવો સંદેશો મોકલવા માગે છે કે કાશ્મીરી પ્રજા ભારત સાથે નથી, પરંતુ શનિ-રવિમાં કાશ્મીરમાં થઈ રહેલી પોલીસ ભરતીમાં જે સંખ્યામાં કાશ્મીરી યુવાનો જોડાયા હતા તેને જોઈને આખું ચિત્ર જાતે જ સમજાઈ જાય છે.જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આર્મી ઓફિસર લેફ્ટનન્ટ ઉમર ફયાઝની હત્યા કરીને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ કાશ્મીરના લોકોને પોલીસ ભરતીથી પણ દૂર રહેવાની ચેતવણી આપી હતી. આ ચેતવણીના ચાર દિવસ પછી જ લગભગ ૨૦૦૦ કાશ્મીરી યુવા સુરક્ષા દળોમાં જોડાવા માટે તૈયાર છે. જ્યારે શનિવારના રોજ બક્ષી સ્ટેડિયમમાં કાશ્મીરના ૨૦૦૦ યુવક-યુવતીઓ ભરતીની પરીક્ષામાં સામેલ થયા હતા. આ યુવક-યુવતીઓ જમ્મુ-કાશ્મીર પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટરના પદ માટે ફિઝિકલ ટેસ્ટ આપવા માટે આવ્યા હતા. વિવિધ આતંકી સંગઠનો કાશ્મીરના યુવાનોને સુરક્ષા દળોમાં ભરતી ન થવા માટે ચેતવણી આપતા રહે છે અને અનેક ધમકીભર્યા વીડિયો પણ જાહેર કરે છે, પણ કાશ્મીરના યુવાનો પોલીસ ભરતીની લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. સબ-ઈન્સ્પેક્ટરની ૬૯૮ પોસ્ટ માટે ૬૭,૨૧૮ ઉમેદવારોએ અપ્લાય કર્યું હતું, તેમાંથી ૩૫,૭૨૨ કાશ્મીરના હતા જ્યારે જમ્મુથી આવનારા ઉમેદવારોની સંખ્યા ૩૧,૪૯૬ હતી.જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ. પી. વૈદ્યએ જણાવ્યું કે, અનેક યુવતીઓએ પણ ફિઝિકલ ટેસ્ટમાં ભાગ લીધો હતો. ૬૦૦૦થી વધારે કાશ્મીરી યુવતીઓ સબ-ઈન્સ્પેક્ટર્સની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટમાં જોડાઈ હતી. શ્રીનગરથી આવનારી એક ઉમેદવાર નુસરત કહે છે કે, તે સ્થાનિક મહિલાઓની મદદ કરવા માંગે છે. કાશ્મીરમાં આતંકવાદને કારણે અમે ઘણી મહિલાઓને તકલીફમાં જોઈ છે.

Related posts

દેશમાં કોરોનાના નવા કેસ ઘટીને ૧.૬૫ લાખ પર પહોંચ્યા

editor

सूपड़ा साफ होने के बाद विपक्ष को बिहार में कुछ अच्छा होता नहीं दिख रहा : सुशील मोदी

aapnugujarat

ભારતનો મંગળવારે ‘મંગળ વાર’ : ૩૫૦ આતંકીનો ખાત્મો

aapnugujarat

Leave a Comment

URL