Aapnu Gujarat
બિઝનેસ

૮ રાજ્યોમાં દર રવિવારે પેટ્રોલ પમ્પ્સ બંધ રાખવાના આંદોલનને પેટ્રોલ ડીલર્સે હાલપૂરતું પાછું ખેંચ્યું

મહારાષ્ટ્ર સહિત દેશના આઠ રાજ્યોમાં આજથી દર રવિવારે પેટ્રોલ પમ્પ્સ બંધ રાખવાના અને ૧૫ મેથી દરરોજ માત્ર એક જ શિફ્ટમાં કામ કરવાના નિર્ણયના અમલને પેટ્રોલ પમ્પ્સના માલિકોએ મોકૂફ રાખ્યો છે.
ફેડરેશન ઓફ ઓલ મહારાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ એસોસિએશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ૧૪ મેથી દર રવિવારે સાપ્તાહિક હોલીડે રાખવાના અને ૧૫ મેથી દરરોજ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ સુધી એમ આઠ કલાકની એક જ શિફ્ટમાં કામ કરવાનું સૂચિત આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૭ મેએ એક રીવ્યૂ મીટિંગ બોલાવી હોવાને ધ્યાનમાં લઈને પેટ્રોલ પમ્પ્સ માલિકોએ એમના આંદોલનને હાલપૂરતું મોકૂફ રાખ્યું છે.કન્સોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ સંગઠને મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલ નાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને હરિયાણામાં ૧૪-૧૫ મેથી આંદોલન શરૂ કરવાની અગાઉ જાહેરાત કરી હતી પણ હાલ તુરત તેમાં પીછેહઠ કરાઇ છે.

Related posts

વાહનો, કન્ઝ્યુ. પ્રોડક્ટ્‌સની માંગ પાંચ વર્ષની ટોચે

aapnugujarat

ક્લાયમેટ ચેન્જની ભયાનક અસરરુપે ભારતમાં થશે ચોખાની ઉપજમાં ઘટાડો

aapnugujarat

હાર્દિક પટેલને સિલિકોન વેલી આવવા માર્ક ઝુકરબર્ગે આપ્યું આમંત્રણ

aapnugujarat

Leave a Comment

URL