Aapnu Gujarat
બિઝનેસ

આઈટી સેક્ટરમાં મોટાપાયે કર્મચારીઓની છટણીના અહેવાલો ખોટાઃ નાસકોમ

ભારતીય આઈટી સેક્ટરમાં મોટા પાયે છટણીની આશંકાને ઉદ્યોગ સંગઠન નેસકોમે નકારી કાઢી છે. અને દાવો કર્યો છે કે, ઈન્ડસ્ટ્રી હાલમાં પણ મોટા પાયે લોકોને રોજગાર આપી રહી છે. આઈટી સેક્ટરની કંપનીઓના આ સંગઠનના જણાવ્યા અનુસાર દર વર્ષે ૧.૫ લાખથી વધારે લોકોને રોજગારી આપી રહ્યું છે.
છટણીના રિપોર્ટને નકારી કાઢતા નેસકોમે કહ્યું કે, ઉદ્યોગમાં કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન એક નિયમિત પ્રક્રિયા છે. અને કર્મચારીઓની સંખ્યાની પુનઃરચના તેમનો જ એક ભાગ છે. ઉદ્યોગ સંગઠને એક બયાનમાં કહ્યું હતું કે, સ્કિલ અને કર્મચારી રિસ્ટ્રક્ચરિંગ બંન્ને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સપ્તાહથી આઈટી સેક્ટરમાં મોટા પાયે છટણીના સમાચારો વહેતા થયાં છે. વિપ્રો, ઈન્ફોસિસ, કોગ્નિઝેન્ટ અને ટેક મહિન્દ્રા જેવી મોટી કંપનીઓએ કર્મચારીઓના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા કરવાનું શરું કરી દીધું છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતું ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને છૂટા કરવાનો છે.
એક અનુમાન પ્રમાણે હજારો કર્મચારીઓને આગામી કેટલાક સપ્તાહની અંદરમાં કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવશે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતીય આઈટી કંપનીઓ અમેરિકા, સિંગાપુર,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં વર્ક વિઝાના નિયમોને સખ્ત કરવાની સાથે પડકારોનો સામનો કરી રહ્યાં છે.

Related posts

केंद्रीय बैंक के अधिशेष भंडार का मूल्य तय करते हुए सजग रहने की जरूरत है : सुब्बाराव

aapnugujarat

दुनियाभर में चीनी कंपनियों के खिलाफ लहर, खत्म हो रही Huawei के साथ डील : माइक पोम्पियो

editor

ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાની ખોટ વધીને અધધધધ રૂ.૫૦૦૫ કરોડ થઇ

aapnugujarat

Leave a Comment

URL