Aapnu Gujarat
રાષ્ટ્રીય

મમતા ભારતમાં જન્મી હોવા પર શરમાય છે તો દરિયામાં ડૂબી મરેઃ અનિલ વિજ

હરિયાણાના ખેલ મંત્રી અનિલ વિજએ કહ્યું છે કે મમતા બેનર્જીને જો ભારતમાં જન્મી હોવા પર શરમ અનભવાય છે તો દરિયામાં જઇને ડૂબી મરે. જણાવી દઇએ કે પશ્વિમ બંગાળની સીએમ મમતાએ ૧૧ મે કલકત્તામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ”દરેક ધર્મના લોકોએ શાંતિ રાખવી જોઇએ, તલવારો ઉછાળવી જોઇએ નહીં, શરમની વાત એ છે કે હું આ ધરતી પર જન્મી.”સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર અનિલ વિજએ શનિવારે કહ્યું, ”મમતા આ દેશમાં જન્મ લઇને પરેશાન કેમ છે, દરિયો કલકત્તાની નજીક છે, મમતાએ જઇને ડૂબીને મરી જવું જોઇએ.” ભારતમાં રહીને એક મુખ્યમંત્રીને શરમ અનુભવાય છે તોઆ એક આશ્વર્યની વાત છે.ભાજપના લીડર એસ પ્રકાશે પણ મમતાના આ નિવેદનની ટીકા કરી હતી. પ્રકાશે કહ્યું કે મમતાએ આવું નિવેદન આપીને એ દરેક લોકોનું અપમાન કર્યું છે જે લોકાએ વોટ આપીને એમને સત્તામાં પહોંચાડી છે. લોકોએ મમતા પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડ્યો, એની પર ભરોસો કર્યો અને પોલિટિકલ કરિયરમાં દરેક પ્રકારનો સપોર્ટ કર્યો અને હવે મમતા આવા નિવેદનો આપીને એ લોકાનો અહેસાન પાછો આપી રહી છે, આ જનતાનું અપામાન છે.નોંધનીય છે કે ૧૧ મે ના રોજ કલકત્તામાં ધર્મતલ્લાની પાસે રાણી રાસમણિી એવન્યૂ પર ઓર્ગનાઇઝ બુદ્ધ જયંતિ સમારોહમાં કહ્યું હતું, ‘ડરાવવા, ધમકાવવા જેવી ભાજપની ચાલથી હું ચૂપ નહીં રહી શકુ, બિહાર, મહારાષ્ટ્ર જેવા રાજ્યો ચૂપ રહી શકે છે, પરંતુ બંગાળ લડવાનું અને વિરોધ કરવાનું ચાલું રાખશે. ધર્મના નામ પર ચાલતી અસહિષ્ણુતાને માત્ર બંગાળ જ રોકી શકે છે. દરેક ધર્મના લોકોએ મળીને અને શાંતિથી રહેવું જોઇએ.’

Related posts

ત્રિપુરા સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં પુર સ્થિતિ સુધરી

aapnugujarat

ભૈયુજી મહારાજે માથામાં ગોળી મારીને આપઘાત કરતા ચકચાર

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા જેટલીનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

URL