Aapnu Gujarat
રમતગમત

આજે ચેન્નાઇ સુપર રાજસ્થાનને પછડાટ આપવા તૈયાર

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. ચેન્નાઇ સુપર ટીમ હોટફેવરટી તરીકે દેખાઇ રહી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ફોર્મમાં આવી જતા ક્રિકેટ ચાહકો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ધોનીની ટીમ છેલ્લી મેચમાં કિંગ્સ ઇલેવનની સામે હારી ગયા બાદ જીતના માર્ગ પર પરત ફરવા માટે તૈયાર છે. તેની ટીમમાં ડેવેન બ્રાવો, શેન વોટ્‌સન અને બિલિંગ જેવા શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજા પણ નીચલા ક્રમમાં જોરદાર દેખાવ કરી શકે છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રહાણેના નેતૃત્વમાં આ ટીમમાં બેન સ્ટોક્સ જેવો મેચ વિનર ખેલાડી છે. આ ઉપરાંત બટલર પણ આ ટીમમાં છે.જો કે બેન સ્ટોક્સ અને બટલર હજુ સુધી અપેક્ષા મુજબની બેટિંગ કરી શક્યા નથી. પરંતુ તેમની વચ્ચે જોરદાર તાલમેળ હોવાથી બન્ને ખેલાડી કોઇ પણ સમય ફોર્મ મેળવી લઇને જોરદાર દેખાવ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે.
પુણેમાં તમામ ચાહકોમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ચાહકો ધોનીને લઇને ઉત્સુક બનેલા છે. આ વખતે ચાહકોને બે ખેલાડી જોવા મળી રહ્યા નથી. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નતી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે.
રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે.
આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે. રહાણે અને ધોની આમને સામને આવનાર છે. તેમની કુશળતાની પણ કસૌટી થનાર છે. ખાસ કરીને રહાણેની કસૌટી વધારેે થનાર છે. કારણ કે તેની ટીમમાં કેટલાક ધરખમ ખેલાડી પણ છે.

Related posts

રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે

aapnugujarat

Shami, Mayank climbed to career-high ranking

aapnugujarat

બ્રાવો-ગેલ સિવાય કોઈનેય ટેસ્ટ ક્રિકેટમાં રસ નથી : જેસન હોલ્ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1