Aapnu Gujarat
રાષ્ટ્રીય

દાઉદ, હાફિઝ સઇદને ભારત લાવવા માટે કોઇ રિકવેસ્ટ મળી નથીઃ વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમને દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદને ભારત લાવવા માટે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ તરફથી કોઇ રિકવેસ્ટ મળી નથી. મંત્રાલયે એક આરટીઆઇ અરજી પર આ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે દાઉદ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ્‌સનો આરોપી છે જ્યારે હાફિઝ ૨૬/૧૧ મુંબઈ ટેરર અટેકનો માસ્ટરમાઇન્ડ છે અને ભારતીય એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.ન્યુઝ એજન્સી પ્રમાણે, આરટીઆઇ અરજીમાં હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમના પ્રત્યાર્પણને લઇને સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી માંગવામાં આવી હતી.એપ્રિલમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું હતું,એમાં કોઇ શંકા નથી કે દાઉદ પાકિસ્તાનમાં છે. પાછલા ૧૦ વર્ષોમાં ભારતે આ વિશે ઘણા ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યા છે, જેમાં તેના પાકિસ્તાનના સરનામાઓનો પણ ઉલ્લેખ છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં એવો દાવો કરતું રહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેમને ત્યાં નથી.આ સિવાય ૨૦૧૧માં પણ તે સમયના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે પણ કહ્યું હતું કે દાઉદ કરાચીમાં છે અને ભારત આતંકી હુમલામાં સામેલ લોકોને ન્યાયક્ષેત્રમાં લાવવા માટે આ મામલાને ઉઠાવતું રહેશે.
ભારત સાર્ક દેશો વચ્ચે એક પ્રત્યાર્પણ સંધિની પણ લાંબા સમયથી વકાલત કરી રહ્યું છે, જેથી આતંકી હુમલાઓમાં સામેલ લોકો વિરુદ્ધ તરત કાર્યવાહી નક્કી કરી શકાય. સાર્ક દેશોમાં પાકિસ્તાન, ભારત સહિત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ અન શ્રીલંકા સામેલ છે.

Related posts

Goa Deputy Speaker Michael Lobo resigns from his post

aapnugujarat

બિહાર એનડીએના સાથી પક્ષોમાં ડખ્ખાં

editor

મધ્યપ્રદેશ : જાનૈયાઓની ટ્રક પુલથી ખાબકતા ૨૨નાં મોત

aapnugujarat

Leave a Comment

URL