Aapnu Gujarat
રમતગમત

એશિયન કુસ્તીમાં ભારતના કુસ્તીબાજ બજરંગે દેશ માટે પહેલો ગોલ્ડ જીત્યો

એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં શનિવારે ભારતના કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ ૬૫ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં શાનદાર રમત દાખવીને દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જયારે આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય મહિલા કુસ્તીબાજ સરિતા ફાઇનલમાં હારી ગઈ હતી. જેના લીધે મહિલા વિભાગમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.ફાઈનલમાં કોરિયાના સિયૂંગચૂલ લી સામે પ્રારંભમાં ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયા પાછળ હતો. પરંતુ તેણે ત્યાંર બાદ વળતો પ્રહાર કરીને દેશને મેડલ અપાવ્યો હતો. આ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે અગાઉ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
આ ટુર્નામેન્ટમાં મેન્સ વિભાગની ૬૫ કિ.ગ્રા. ફ્રી સ્ટાઇલ વર્ગની ફાઇનલમાં ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ પ્રારંભમાં બે પોઇન્ટ ગુમાવી દીધા હતા, પરંતુ ત્યાંર બાદ તેણે વળતો પ્રતિકાર કર્યો હતો. એક વાર સેટ થઈ ગયા બાદ તેણે આક્રમક રમત દાખવીને છેવટે ૬-૨થી મુકાબલો જીતી લીધો હતો.૨૩ વર્ષીય ભારતીય કુસ્તીબાજ બજરંગ તેના પ્રથમ બ્રેક વખતે ૦-૨થી પાછળ હતો અને ગોલ્ડ મેડલ માટેની ભારતની આશા ધૂળમાં મળી જતી હોવાનું લાગતું હતું, પરંતુ પ્રથમ બ્રેક પછી બજરંગે શાનદાર રમત દાખવી હતી. તેણે તેના કોરિયન હરીફને બીજા રાઉન્ડમાં એકેય પોઇન્ટ લેવાની તક આપી ન હતી. તેણે પહેલા તો કોરિયન હરીફને મેટની બહાર મોકલીને એક પોઇન્ટ હાંસલ કર્યો હતો અને ત્યારબાદ વધુ બે પોઇન્ટ સાથે સ્કોર ૩-૨ કરી દીધો હતો.આ મુકાબલા દરમિયાન લંડન ગેમ્સનો મેડલ વિજેતા યોગેશ્વર દત્ત પણ પ્રેક્ષકોમાં હાજર રહ્યા હતા. આ અંગે યોગેશ્વર દત્તે જણાવ્યું હતું કે મેં બજરંગને સુરક્ષાત્મક રમત દાખવવાને બદલે આક્રમકતા દાખવવાની સલાહ આપી હતી. જેનો તેને ફાઇનલમાં લાભ થયો હતો.

Related posts

ટીમ ઈન્ડિયાની બર્મિંગહામ ટેસ્ટમાં હાર

aapnugujarat

टेस्ट रैंकिंग : कोहली तथा रहाणे फिसले, पुजारा 8वें स्थान पर पहुंचे

editor

टी-20 WC में धोनी हो सकते हैं टीम का हिस्सा : रवि

aapnugujarat

Leave a Comment

URL