Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરહદી સુરક્ષા માટે ઓપરેશન ચક્રવ્યૂહ, ઓટોમેટીક ગન દ્વારા ઠાર કરાશે ઘુસણખોરો

સરહદ પર બરફ પિઘળવાની સાથે જ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ સતત ઘૂસણખોરી કરી રહ્યાં છે.એલઓસી તરફથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે અને તેની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની કોશિશો પણ થઈ રહી છે. સૂત્રો મુજબ લોન્ચિંગ પેડ્‌સ પર આતંકવાદીઓની ઘણી વધારે હરકત જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા બીએસએફ કરે છે.બીએસએફ દ્વારા સરહદી સુરક્ષા માટે ઓપરેશન ચક્રવ્યૂહ હેઠળ નવી-નવી તકનીકોનો ઉપયોગ કરીને સરહદે ઘૂસણખોરી રોકવાની કોશિશો હાથ ધરાઈ છે. આના સંદર્ભે ભારત સરકારે બીએસએફના ડીજી કે. કે. શર્માને અમેરિકા મોકલ્યા છે. તેમની અમેરિકાની મુલાકાતનો ઉદેશ્ય સરહદી સુરક્ષાને વધુ નક્કર બનાવવા માટે નવી ટેક્નોલોજી લાવવાનો છે.
બીએસએફના ડીજી અમેરિકાના પ્રવાસ બાદ આના સંદર્ભેની જાણકારી સરકારને આપશે. બીએસએફના ડીજી સાથે ડીઆરડીઓના એક અધિકારી પણ અમેરિકા ગયા છે. સરહદી સુરક્ષાને નક્કર કરવા માટે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આધુનિક તકનીકોની સાથે ૨૦૧૮ સુધીમાં તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.સુરક્ષામાં ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ માટેના ઘણાં પરીક્ષણો પણ બીએસએફ દ્વારા થઈ ચુક્યા છે. આગામી સમયમાં રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરની સરહદે ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સની તકનીકોના પાયલટ પ્રોજેક્ટ હેઠળ તેનાત કરાશે.જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ અને સરહદ પારથી ઘૂસણખોરી રોકવા માટે સરકાર દ્વારા ઓપરેશન ચક્રવ્યૂહ હેઠળ મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે.ઈઝરાયલની તર્જ પર મોદી સરકારે સરહદે ચોક્સાઈ વધારવાની કોશિશ આદરી છે. તેના માટે હિંદુસ્તાનની સીમા પર અંડરવોટર અને અંડરગ્રાઉન્ડ સેન્સર્સ પણ લગાવવાની તૈયારી થઈ રહી છે.સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સાથેની ભારતીય સીમા પર તમામ ઈલેક્ટ્રોનિક સિસ્ટમને એકસાથે જોડવામાં આવશે. તેનો એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે. રડાર અને સેન્સર સરહદ પરની હરકતો પર નજર રાખશે.રડાર પોતાની ચારે તરફ ૩૬૦ ડિગ્રીમાં વિસ્તારમાં નજર રાખશે. અહીં થતી તમામ હરકતથી કંટ્રોલ રૂમ અવગત રહેશે. સિગ્નલ મળતાની સાથે જ સરહદ પર લાગેલા કેમેરા ઓટોમેટિક ઘૂસણખોરને નિશાન બનાવાશે.
આ સિવાય સરહદી વિસ્તારની હરકતો પર નજર રાખવા માટે માઈક્રો એરો સ્ટેટ બલૂનો પણ લગાવવામાં આવશે. તેમાં હાઈ રિઝોલ્યૂશન ધરાવતા કેમેરા પણ હશે. આ કેમેરા પણ સરહદની સ્થિતિ પર ચાંપતી નજર રાખશે અને કંટ્રોલ રૂમને તેની જાણકારી આપશે.

Related posts

સબરીમાલા વિવાદ : બંધ દરમિયાન હિંસાથી સ્થિતિ વણસી

aapnugujarat

લોન ન લેનારને ઘર લેવા સરકાર દોઢ લાખ આપશે

aapnugujarat

पुलिस ने व्हेल की उल्टी के साथ एक शख्स को किया गिरफ्तार, कीमत 1.7 करोड़ रुपए

aapnugujarat

Leave a Comment

URL