Aapnu Gujarat
Uncategorized

ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનનો મૃતદેહ કબરમાંથી ગાયબ!

ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનનો મૃતદેહ તેની કબરમાંથી ગાયબ થઈ ગયો છે. વર્ષ ૨૦૦૬માં સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેને જે જગ્યા પર દફનાવવામાં આવ્યા હતા તે કોન્ક્રીટની કબર તૂટેલી સ્થિતિમાં અને ખાલી મળી આવી છે. જોઈએ શું છે આખી ઘટના.આપને જણાવી દઈએ કે, અમેરિકા સામેના યુદ્ધમાં સદ્દામ હુસૈન અને ઈરાકી સેનાનો પરાજય થયા બાદ ૩૦ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી આપ્યા બાદ તેના મૃતદેહને અમેરિકન મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ઈરાક લાવવામાં આવ્યો હતો. જ્યાં ઈરાકના અલ-અવજા ખાતે તેની દફનવિધિ કરવામાં આવી હતી. બાદમાં આ જગ્યા તીર્થસ્થાન તરીકે વિખ્યાત થઈ ગઈ હતી.સદ્દામ હુસૈનના એક વંશજ શેખ મનફ અલી અલ નિદાના જણાવ્યા મુજબ કોઈએ સદ્દામ હુસૈનના મૃતદેહને કબરમાંથી કાઢીને તેતા સળગાવી દીધો છે. બીજી તરફ સદ્દામની કબરની સિક્યોરિટીમાં તહેનાત કરવામાં આવેલા સુરક્ષાદળોનું કહેવું છે કે, આતંકી સંગઠન આઇએસના હુમલામાં સદ્દામ હુસૈનની કબર બરબાદ થઈને નાશ પામી છે.

Related posts

અમરેલી નજીકથી રૂપિયા એક કરોડની નકલી નોટ સાથે બે શખ્સોની ધરપકડ

aapnugujarat

ગીર-સોમનાથ જીલ્લા અનુ. જાતિનો વિચાર ગોષ્ઠિ સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નળસરોવર ગુજરાતનું સૌથી વધારે દૂષિત જળાશય

editor

Leave a Comment

UA-96247877-1