Aapnu Gujarat
રાષ્ટ્રીય

રોહતકમાં નરાધમ પિતાએ ૧૦ વર્ષની બાળકી પર રેપ કરી ગર્ભવતી બનાવી

હરિયાણાના રોહતક ખાતેના ગેન્ગ રેપની ઘટનાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી ત્યાં ફરી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે.  એક સાવકા પિતાએ સગીર દીકરી પર બળાત્કાર કરી અને તેને પ્રેગ્નન્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દસ વર્ષની છોકરીને પાંચ મહિનાનો ગર્ભ હોવાથી તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે દસ વર્ષની પીડિતાને પેટમાં દુખાવો થતાં તેની માતા ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોક્ટરોએ તપાસ કરતાં તેને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે પીડિતાની હાલત ગંભીર છે.મામલાનો ખુલાસો થતાં પીડિતાએ જણાવ્યું હતું કે તેના સાવકા પિતા ઘણા લાંબા સમયથી તેના પર બળાત્કાર કરી રહ્યા હતા.આરોપીએ ધમકી આપી હતી કે જો કોઈને કહ્યું તો મારી નાખીશ. પીડિતાના નિવેદન બાદ તેની માતાએ પોલીસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ પછી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી હતી. મહિલા મજૂર છે અને તે બિહારની રહેવાસી છે. જાણવા મળ્યા મુજબ પતિના મૃત્યુ બાદ તેણે પોતાના દિયર (આરોપી) સાથે લગ્ન કરી લીધાં હતાં.

Related posts

સબરીમાલામાં ચાર ટ્રાન્સજેન્ડર્સે ભગવાન અયપ્પાના દર્શન કર્યાં

aapnugujarat

महाराष्ट्र में NCP के 3 और कांग्रेस के एक विधायक ने दिया इस्तीफा

aapnugujarat

પીએમ મોદીની મમતા બેનર્જીને બોલવા ન દીધા

editor

Leave a Comment

URL