ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે ભવિષ્યવાણી કરી છે કે, આગામી મહિને યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે. ક્લાર્કના મતે ઇંગ્લેન્ડની પરિસ્થિતિને જોતાં ટીમોના પ્રદર્શન પર મોટો પ્રભાવ જોવા મળશે.
ક્લાર્કે કહ્યું કે, જો બોલરોને સ્વિંગ અને સ્પીડ મળશે તો ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરોનો સામનો કરવો મુશ્કેલ બનશે. જે અમારા માટે સારી બાબત છે. મિચેલ સ્ટાર્ક, જેમ્સ પેટ્ટિન્સન, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સનો સામનો કરવો મુશ્કેલ બની જશે. જો ત્યાં ગરમી હશે અને સામાન્ય ટર્ન મળશે તો ભારતીય સ્પિનરો જાડેજા અને અશ્વિન હાવી થઈ શકે છે. જે ભારતના પક્ષમાં જશે. ભારત પાસે જાડેજા જેવો સારો સ્પિનર છે જે બેટિંગ પણ કરી શકે છે.આગામી એક જૂનથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડની ટીમ અમૂલના લોગોવાળી જર્સી પહેરી રમતા જોવા મળશે. અમૂલ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યૂઝીલેન્ડ ટીમના મુખ્ય સ્પોન્સર તરીકેના કરાર કર્યા છે. આ અંગે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢી દ્વારા જાહેરાત કરાઈ હતી.ન્યૂઝીલેન્ડ ટીમના કોર્મિશયલ ડાયરેક્ટર જેમ્સ વિયરે કહ્યું કે, અમૂલ સાથે કરાર કરી અમે ઘણા ખુશ છીએ અને ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આગામી સમયમાં આ કરાર અંગે વિચાર કરીશું. ન્યૂઝીલેન્ડની ટીમ અમૂલના લોગોવાળી જર્સી સાથે પ્રથમ મેચમાં ૨૮મી મેના રોજ ભારત સામે ટકરાનાર છે. જો કે, આ એક અભ્યાસ મેચ હશે. તે પછી ૩૦મી મેના રોજ શ્રીલંકા સામે અભ્યાસ મેચમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડ ગ્રૂપ એમાં સામેલ છે જ્યાં પોતાના પ્રથમ મુકાબલામાં બીજી જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તે પછી છઠ્ઠી જૂને ઇંગ્લેન્ડ સામે અને નવમી જૂને બાંગ્લાદેશ સામે ટકરાશે.
પાછલી પોસ્ટ