Aapnu Gujarat
બિઝનેસ

જિઓના કારણે આઇડિયાને કરોડોનું નુકસાન

ટેલિકોમ સેક્ટરમાં શરૂ થયેલી પ્રાઇસવોરને કારણે ટેલિકોમ કંપની આઇડિયાએ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આઇડિયા સેલ્યુલરને માર્ચમાં પૂરા થતા પહેલાં ત્રિમાસિક તબક્કામાં કુલ ૩૨૫.૬ કરોડ રૂ.નું નુકસાન થયું છે.
નોંધનીય છે કે ગયા નાણાંકીય વર્ષમાં આ તબક્કામાં જ કંપનીને ૪૪૯.૨ કરોડ રૂ.નો શુદ્ધ ફાયદો થયો હતો. કંપનીએ એક નિેવેદનમાં જણાવ્યું હતું કે એને સતત બીજા ત્રિમાસિક તબક્કામાં નુકસાન થયું છે. આ પહેલાં ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૬ના ત્રિમાસિક તબક્કામાં કંપનીને ૩૮૩.૮૭ કરોડ રૂ.નું નુકસાન થયું હતું. જોકે કંપનીને ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫માં કુલ ૬૫૯.૩૫ કરોડ રૂ.નો ફાયદો થયો હતો.
આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે કંપનીને પહેલીવાર વાર્ષિક સ્તરે નુકસાન થયું છે. કંપનીને નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૦૪ કરોડ રૂ.નું નુકસાન થયું છે જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં કંપનીને ૨,૧૭૪.૨ કરોડ રૂ.નો ફાયદો થયો હતો.આઇડિયા સેલ્યુલરે એક નિવેદનમાં કહ્યું છે કે ઓક્ટોબર, ૨૦૧૬થી એપ્રિલ, ૨૦૧૭ના સમયગાળાને દૂરસંચાર ક્ષેત્રમાં એવો સમયગાળો માનવો જોઈએ જેણે આ ક્ષેત્રમાં બિઝનેસના માપદંડોને ધરમૂળથી બદલી નાખ્યા.
નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિઓએ ભારતીય દૂરસંચાર માર્કેટમાં એન્ટ્રી લીધી હતી. રિલાયન્સ જિઓએ વોઇસ કોલ અને ૪ય્ સેવાઓની નિશુલ્ક શરૂઆત કરી હતી અને પોતાની ઓફર આ વર્ષે માર્ચ સુધી ચાલુ રાખી હતી.

Related posts

કુલ ૫ કંપનીઓની મૂડીમાં ૩૭,૨૧૪ કરોડનો વધારો

aapnugujarat

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

aapnugujarat

Bill Gates reclaims spot of world’s richest person

aapnugujarat

Leave a Comment

URL