Aapnu Gujarat
રમતગમત

પૂણેએ પંજાબને ૯ વિકેટે હરાવ્યું, ૧૬મીએ પ્લે ઓફમાં મુંબઇ સામે ટકરાશે

આઇપીએલ-૧૦માં પૂણે સુપરજાયન્ટે કિંગ્સ ઇલેવન પંજાબને ૯ વિકેટે હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ હાર સાથે જ પંજાબની આઇપીએલ-૧૦ની સફર પૂર્ણ થઇ ગઇ છે.
૭૪ રનના પડકારનો પીછો કરતા પૂણેએ ૧૨ ઓવરમાં જ ૧ વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. પૂણે તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ ૩૪ રન જ્યારે રાહુલ ત્રિપાઠીએ ૨૮ રન બનાવ્યા હતા. આ જીત સાથે પૂણેના ૧૮ પોઇન્ટ થઇ ગયા છે અને તે ૧૬ મેએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે.
કિંગ્સ ઇલેવન પંજાબ ૭૩ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.પૂણે સુપરજાયન્ટ તરફથી શાર્દુલ ઠાકુરે ૩ જ્યારે જયદેવ ઉનડકટ અને ક્રિશ્ચિયન અને એડમ ઝમ્પાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.ગુપ્ટિલ મેચના પ્રથમ બોલ પર જ જયદેવ ઉનડકટની ઓવરમાં ૦ રને મનોજ તિવારીને કેચ આપી બેઠો હતો.
ત્યારબાદ શોન માર્શ ૧૦ રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં સ્મિથને કેચ આપી બેઠો હતો.ઇયાન મોર્ગન ૬ રને જયદેવ ઉનડકટના બોલ પર રન આઉટ થયો હતો.તેવટિયા શાર્દુલ ઠાકુરની ઓવરમાં ૪ રને જયદેવ ઉનડકટને કેચ આપી બેઠો હતો.મેક્સવેલ ૦ રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો.સહા ૧૩ રને ક્રિશ્ચિયનની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો.અક્ષર પટેલ ૨૨ રને ક્રિશ્ચિયનની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો.

Related posts

ચૈન્નઈ સુપરકિંગ્સમાં ધોનીની વાપસી

aapnugujarat

રોમેશ રત્નાયકે શ્રીલંકાના બોલિંગ કોચ બન્યાં

aapnugujarat

જાપાનને હરાવી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

aapnugujarat

Leave a Comment

URL