Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગ્લોબલ સાયબર એટેક આજે ફરી એકવખત થવાની દહેશત

વિશ્વના ૧૦૦થી પણ વધુ દેશોમાં સાયબર હુમલા થયા બાદ હજુ પણ આ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આવતીકાલે સોમવારે પણ વૈશ્વિક સ્તરે આગામી સાયબર હુમલા થઇ શકે છે. શુક્રવારના દિવસે ૧૨૫૦૦૦ કોમ્પ્યુટ સિસ્ટમ સાયબર હુમલાના કારણે ઠપ થઇ ગઇ હતી અને આ સિસ્ટમ અસરગ્રસ્ત થઇ હતી. સિક્યુરિટી રિસર્ચરનું કહેવું છે કે, ગ્લોબલ સાયબર એટેકનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. રેનસમવેર એટેકના પરિણામ સ્વરુપે વિશ્વના દેશો હચમચી ઉઠ્યા હતા. સ્પેન, ફ્રાંસ અને રશિયા સહિતના ૧૦૦થી પણ વધુ દેશોમાં ઉપયોગી સેવા ઠપ થઇ ગઈ હતી. ખંડણી વસુલવાના ઇરાદા સાથે અપરાધીઓ દ્વારા આ પ્રકારના હુમલાઓ કરવામાં આવે છે. આ પ્રકારના વાયરસ યુઝરોની ફાઇલો ઉપર અંકુશ મેળવી લે છે. ઇંગ્લેન્ડમાં ૪૮ જેટલા નેશનલ હેલ્થ સર્વિસ સકંજામાં આવી ગયા હતા. જ્યારે સ્કોટલેન્ડમાં ૧૩થી વધારે નેશનલ હેલ્થ સર્વિસ ટ્રસ્ટ સકંજામાં આવી ગયા હતા. ઘણી બધી હોસ્પિટલોને ઓપરેશન રદ કરવાની અને એપોઇન્ટમેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. કોમ્પ્યુટર વાયરસના કારણે હાલત કફોડી બની હતી. હજુ આ ખતરો ટોળાઈ રહ્યો છે. શુક્રવારના દિવસે ઉપયોગ કરવામાં આવેલા રેનસમવેર હુમલા માટેના જવાબદાર લોકોને શોધી કાઢવા માટે રાતદિવસ એક કરી રહ્યા છે. વિશ્વના દેશો આ પ્રકારના ખતરનાને લઇને હવે ચોંકી ઉઠ્યા છે. અત્રે નોંધનીય છે કે, રેનસમ વેર સાયબર એટેકના કારણે શુક્રવારે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. અનેક દેશોમાં સાઈબર અપરાધીઓએ હોસ્પિટલ, ટેલિકોમ કંપનીઓ અને અન્ય કંપનીઓને ખંડણીના હેતુથી ટાર્ગેટ બનાવ્યા હતા. જેથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ અમેરિકાની નેશનલ સિક્યુરીટી એજન્સી જે ટેકનિકનો ઉપયોગ કરતી હતી તે ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી અને હેકર્સ એ ટેકનિકનો ઉપયોગ હવે કરી રહ્યા છે. આ સાઈબર હુમલાથી બ્રિટનની હેલ્થ સર્વિસ પર ખરાબ અસર થઈ હતી. રશિયન બેંકોથી લઈને બ્રિટનની હોસ્પિટલો અને ફ્રાંસની કાર બનાવતી કંપનીઓ ઉપર સાઈબર હુમલા કરવામાં આવ્યા હતા. ઈતિહાસમાં સૌથી મોટા ખંડણીના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. ૧૦૦થી વધુ દેશોમાં ૧૩૦૦૦૦ સિસ્ટમ ઉપર તેની અસર થઈ હતી. ફ્રાન્સની કાર બનાવતી કંપની રેનોલ્ટને ફ્રાંસ અને સ્લોવાનિયામાં પોતાની પ્રોડકશન કામગીરીને બંધ કરવાની ફરજ પડી હતી. ૯૦થી વધુ દેશો સાયબર હુમલાના સકંજામાં આવી ગયા બાદ નિષ્ણાતો આ પ્રકારના સાયબર હુમલાને રોકવાના પ્રયાસમાં લાગી ગયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્લોબલ સાયબર એટેક આવતીકાલે ફરીવાર થઇ શકે છે. હેકર્સ દ્વારા આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. તપાસકારો રેનસમ વેર માટે જવાબદાર અપરાધીઓને તમામ જગ્યાઓએ શોધી રહ્યા છે.

Related posts

ઓસ્ટ્રેલિયામાં હવે પાણીની પણ ચોરી !!!

aapnugujarat

નેપાળે ભારતની ૨૨ બોર્ડર બંધ કરી

editor

तुर्की और ग्रीस में आए भूकंप से 22 लोगों की मौत

editor

Leave a Comment

URL