Aapnu Gujarat
બિઝનેસ

ઇટીએફ રોકાણ મર્યાદા વધારીને ૧૫ ટકા કરાશે

ઇપીએફઓ ટ્રસ્ટી ઇટીએફ મૂડીરોકાણની મર્યાદાને વધારીને ૧૫ ટકા સુધી કરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં તેમાં વધારો કરવામાં આવી શકે છે. ઇટીએફ મૂડીરોકાણની મર્યાદા હાલમાં ૧૦ ટકા છે જેને વધારીને ૧૫ ટકા કરવાની હિલચાલ ચાલી રહી છે. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયના નેતૃત્વમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ નાણાંકીય વર્ષમાં ઇપીએફ રોકાણની મર્યાદા ૧૫ ટકા કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક ૧૨મી એપ્રિલના દિવસે મળી હતી જેમાં આ દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. જો કે, મોડેથી આ દરખાસ્તને મોકૂફ રખાઈ હતી. કારણ કે, ઘણા કર્મચારી પ્રતિનિધિઓએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે ફાઈનાન્સ ઓડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટિની બેઠક ૧૯મી મેના દિવસે મળનાર છે. જેમાં ઇપીએફઓ આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરશે. ઇપીએફઓ ઓગસ્ટ ૨૦૧૫માં પાંચ ટકાના રોકાણ સાથે શેરબજારમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ગયા વર્ષે ઇપીએફઓ દ્વારા રોકાણની મર્યાદાને વધારીને ૧૦ ટકા કરવામાં આવી હતી. ૨૦૧૫માં નાણામંત્રાલય દ્વારા ઇક્વિટી અથવા તો ઇક્વિટી લિંક્ડ સ્કીમોમાં રોકાણપાત્ર ડિપોઝિટની પાંચથી ૧૫ ટકા રકમ રોકવા પ્રાઇવેટ પ્રોવિડંડ ફંડને મંજુરી આપવામાં આવી હતી. શેરબજારમાં ઉથલપાથલને ધ્યાનમાં લઇને ઇપીએફઓએ એ વખતે માત્ર પાંચ ટકા રોકાણની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી સુધી ઇટીએફમાં ઇપીએફઓ દ્વારા ૧૮૦૬૯ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

Related posts

धनतेरस के दिन कारोबार सोने में कमजोर रहेगा : रिपोर्ट

aapnugujarat

રિલાયન્સની માર્કેટ મૂડી વધીને ૪.૭ લાખ કરોડ

aapnugujarat

मई में सेवा गतिविधियों में हुई तेज गिरावट : PMI

editor

Leave a Comment

URL