Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : મુંબઈ – બેંગ્લોર વચ્ચે આજે રોમાંચક જંગ

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાનાર છે. આના માટે મુંબઇમાં જોરદાર રોમાંચની સ્થિતી જોવા મળી રહી છે. બન્ને ટીમોનો દેખાવ હજુ સુધી ખુબ નબળો રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સને હજુ સુધી એક પણ મેચમાં જીત મળી હતી. તેની ત્રણેય મેચોમાં હાર થઇ છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા બિલકુલ ફ્લોપ રહ્યો છે જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાજનક બાબત રહી છે. બીજી બાજુ બેંગ્લોરની ટીમ પણ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી. બેંગ્લોરની ટીમે હજુ સુધી ત્રણ મેચો રમી છે જે પૈકી બે મેચોમાં તેની હાર થઇ છે. વિરાટ કોહલી, ડિવિલિયર્સ સહિતના ખેલાડી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી.ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે

Related posts

आर्चर के स्पेल ने मुझे 2005 की याद दिला दी : पोंटिंग

aapnugujarat

India defeated West Indies by 125 runs in WC 2019

aapnugujarat

હેમિલ્ટન વનડેમાં પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની સરળ જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1