વર્ષ ૨૦૨૦ સુધી ૧૫ રાજ્યોમાંથી મલેરિયાની નાબૂદી કરી દેવામાં આવશે. આ અંગેનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે, મલેરિયાના કેસોની સંખ્યામાં તથા આ રોગના કારણે થતાં મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. આગામી ત્રણ વર્ષની અંદર ઓછામાં ઓછા ૧૫ રાજ્યોમાંથી મેલેરિયાને નાબૂદ કરી દેવામાં આવશે. આરોગ્ય મંત્રાલયમાં નેશનલ વેક્ટર બોર્ન ડીસીજ કન્ટ્રોલ પ્રોગ્રામ (એનવીબીડીસીપી)ના ડિરેક્ટર એસી ધારીવાલનું કહેવું છે કે, ૨૦૨૦ સુધી ૧૫ રાજ્યોમાંથી મેલેરિયાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. મેલેરિયાની રસીની સાથે સાથે આની દવા અસરકારકરીતે વિકસિત કરવામાં આવી ચુકી છે. તેમણે કહ્યું છે કે, આંકડા દર્શાવે છે કે, પ્રતિ હજાર એક કેસ હવે નોંધાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, સિક્કમ, તમિળનાડુ, કેરળ, દિવદમણ, લક્ષ્યદ્વીપ, પોંડીચેરી સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મેલેરિયાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. જો કે તેમણે ધ્યાન દોર્યું હતું કે, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોમાં ચોક્કસ જિલ્લાઓમાં મચ્છરોના ઉપદ્રવના જોખમી વિસ્તાર તરીકે છે. આ વિસ્તારોમાંથી જ મેલેરિયા માટે જવાબદાર મચ્છરોની ઉત્પતિ થઇ રહી છે. આ વિસ્તારમાં એપીઆઈનો આંકડો પ્રતિ હજારની વસતીમાં બેથી વધુ નોંધાયો છે. કેટલાક કેસોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે અને મેલેરિયાના કેસોની સંખ્યા પ્રતિ એક હજાર ૧૦થી વધારે છે. મેઘાલય અને ત્રિપુરાના કેટલાક જિલ્લાઓ બાંગ્લાદેશ સાથેની સરહદ ધરાવે છે જેથી આ વિસ્તારોમાં મેલેરિયાનો ખતરો રહેલો છે. ભારતમાં એકંદરે સ્થિતિ છેલ્લી સદીની સરખામણીમાં ખુબ સુધરી ચુકી છે. વર્ષ ૨૦૦૧માં ૨૦ લાખના મેલેરિયાના કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે અને આ આંકડો બે મિલિયનથી ઘટીને ૦.૮૮ મિલિયન થઇ ગયો છે. રોગચાળાના લીધે ૨૦૧૪માં કેસોની સંખ્યા વધી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, મેલેરિયા રોગચાળાને રોકવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો થઇ રહ્યા છે. ઘણા રોગોની નાબૂદી થઇ ગયા બાદ હવે આ રોગને રોકવા ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી ચુક્યું છે.
આગળની પોસ્ટ