Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણી યોગી આદિત્યનાથ અને મનોહર પારિકર સાંસદ તરીકે રાજીનામું આપશે

યોગી આદિત્યનાથ અને મનોહર પારીકર રાષ્ટ્રપતિની ચુંટણી બાદ સાંસદ તરીકે રાજીનામુ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. યોગી આદિત્યનાથ અને પારીકર બંને રાષ્ટ્રીય રાજનીતિમાંથી બહાર થઇ ચુક્યા છે પરંતુ આ બંને તેમની સંસદીય સીટ પરથી હાલ રાજીનામુ આપશે નહીં. બંને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ રાજીનામુ આપશે. પક્ષના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક મત મહત્વપૂર્ણ છે. આના માટે વિરોધ પક્ષો સામાન્ય ઉમેદવારની પાછળ તમામ તાકાત લગાવી રહ્યા છે. ભાજપે પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી લીધી છે જેના ભાગરુપેભાજપના તમામ સભ્યો મતદાન કરે તેવી યોજના તૈયાર કરાઈ છે. આના ભાગરુપે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરને તેમની સંસદીય સીટ પરથી હાલ રાજીનામુ ન આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય લોકસભાના સભ્ય તરીકે છે. મોર્ય પણ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ જ રાજીનામું આપે તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી ઉપરાંત મોર્યને છ મહીનાની અંદર તેમના રાજ્યમાં વિધાનસભા માટે ચૂંટાઈ આવવાની જરૂર રહેશે. કારણ કે તેઓ શપથ લઇ ચુક્યા છે. જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે ત્યાં સુધી તેઓ સંસદ સભ્ય તરીકે રહેશે. સાંસદ તરીકે રાજીનામુ આપી દીધા બાદ તેઓ રાજ્ય વિધાનસભામાં ચૂંટાઈ આવશે. ૧૪મી માર્ચના દિવસે ગોવાના મુખ્યમંત્રી તરીકે મનોહર પારીકરે શપથ લીધા હતા જ્યારે ૧૯મી માર્ચન ાદિવસે યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મોર્યએ ક્રમશઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઈ મહિનામાં યોજાનાર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ ઓગસ્ટ મહિનામાં રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુરી તાકાત લગાવી દેવામાં આવી છે. હાલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. કુલ ૭૮૭ સભ્યો પૈકી ૪૧૮ સભ્યો ગઠબંધનની સાથે એનડીએ ધરાવે છે. લોકસભા અને રાજ્યસભામાં કુલ સંખ્યાબળ ૭૮૭નું છે. એનડીએ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલા જ બહુમતિનો આંકડો મેળવી લીધો છે. જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશની પાર્ટી વાયએસઆરસીપી દ્વારા શાસક ગઠબંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ટીએસઆરએ પણ ભાજપ ગઠબંધનને ટેકો આપવાની જાહેરાત કરી છે. પીઆરએસ તેલંગાણામાં શાસન કરે છે. ભાજપને આશા છે કે, અન્નાદ્રમુકના જુથ તરફથી પણ તેમને ટેકો મળશે. જો કે, શિવસેના તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઇ માહિતી આપવામાં આવી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મોટા સાથી પાર્ટી સાથે શિવસેના અને ભાજપ એક બીજા સાથે દેખાઈ રહ્યા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાનીરીતે તમામ તાકાત લગાવી ચુક્યા છે.

Related posts

અંકુશરેખા ઉપર પાકિસ્તાન દ્વારા ફરી ભીષણ ગોળીબાર

aapnugujarat

કેરળનાં કન્નૂર મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ

aapnugujarat

અર્થતંત્રને નામદાર લેન્ડમાઈન પર બેસાડીને ગયાં હતાં : મોદી

aapnugujarat

Leave a Comment

URL