Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં નક્સલવાદી અડ્ડા પરથી મોતનો મસાલો કબજે

સીઆરપીએફ અને ઝારખંડ પોલીસે મોટુ ઓપરેશન પાર પાડીને જંગી પ્રમાણમાં મોતનો મસાલો કબજે કરી લીધો છે. ઝારખંડના લોહારડંગાના વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓના શસ્ત્રાગારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીંથી જુદા જુદા કેબિલરના ૧૦-૧૦ દારુગોળાનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત ૫૧૦૦ ડિટોનેટર્સ, ૨૦૦ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી, ૨૧૬૦૦ ફૂટ લાંબા કોર્ડેક્ષ વાયરનો જથ્થો જબ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ઝારખંડમાં નક્સલવાદીઓ સામે આક્રમક ઓપરેશન જારી રાખ્યું છે. શસ્ત્ર અને દારુગોળાનો જથ્થો સતત મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા સુકમામાં નક્સલવાદીઓ દ્વારા છુપો હુમલો કરીને ૨૬ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા બાદથી નક્સલીઓ સામે સુરક્ષા દળો દ્વારા જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી ચાલી રહી છે. બીજી બાજુ હાલના સમયમાં નક્સલીઓ પર દબાણ વધારવામાં આવતા મોટી સંખ્યામાં નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી લીધી છે. નક્સલીઓએ હથિયારો સાથે શરણાગતિ સ્વીકારી છે. ભારત સરકારે નક્સલી બળવાખોરો સામે અસરકારક કાર્યવાહી હાથ ધરીને વન્ય વિસ્તારોમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં સીઆરપીએફ અને અન્ય સુરક્ષા જવાનો જોડાયા છે. છેલ્લા કેટલાક દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યું છે જેના કારણે નક્સલવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. નક્સલવાદી હિંસાને મજબૂત હાથે રોકી દેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ વાત કરી ચુક્યા છે. ઝારખંડ અને અન્ય કેટલાક રાજ્યો જે નક્સલવાદીગ્રસ્ત છે તેમના મુખ્યમંત્રીએ, ટોચના અધિકારીઓ અને અન્ય સાથે હાલમાં રાજનાથસિંહે મહત્વની બેઠક યોજી હતી જેમાં નક્સલવાદીઓના સંદર્ભમાં આક્રમક રણનીતિ અપનાવવાના મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. આના ભાગરુપે જ હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

નેપાળ વગર તો અમારા ધામ અને રામ પણ અધૂરા : મોદી

aapnugujarat

એકની વિરુદ્ધ દસ હોય તો કોને મજબૂત સમજવું : રજનીકાંત

aapnugujarat

ગુજરાત કેડરના ૧૮ આઇએએસ પીએમઓમાં

aapnugujarat

Leave a Comment

URL