Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

અંકુશરેખા પર પાક. સેનાનો ભીષણ ગોળીબાર

જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરના ચિટી બકરી વિસ્તારમાં અંકુશરેખા પર પાકિસ્તાની સેનાએ આજે પણ ભીષણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે સરહદ પર ખુબ વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ રાજૌરી સેક્ટરમાં અંકુશરેખા પર અમારી ચોકીઓને ટાર્ગેટ બનાવીને અંધાધુધ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારો, મોર્ટાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા લેફ્ટી. કર્નલ મનિષ મહેતાએ કહ્યુ હતુ કે અમારા જવાનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરાઈ રહ્યો છે. સરહદ ઉપર આવેલા સાત ગામોને ટાર્ગેટ બનાવીને આજે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગઇકાલે બે નાગરિકોના મોત થઇ ગયા હતા. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં સેંકડો મકાનોને નુકસાન થયું છે. નૌશેરાના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ હર્બન્સલાલ શર્માનું કહેવું છે કે, મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે. ગઇકાલે મોડીરાત્રે જ નૌશેરામાં વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા છાવણીમાં ૧૧૦૦થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા સતત કરવામાં આવી રહેલા ગોળીબાર પાછળનો મુખ્ય હેતુ ત્રાસવાદીઓને ભારતીય ઘુસાડી દેવાનો રહ્યો છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી કેમ્પો અને લોંચપેડ ફરી સક્રિય થયા હોવાના અહેવાલ હાલમાં મળી ચુક્યા છે. આવી સ્થિતિમાં ભારતીય સુરક્ષા દળો સામે મોટા પડકારો ઉભા થયા છે. ભારતીય સેનાના જવાનો દ્વારા પાકિસ્તાન તરફથી કરાઈ રહેલા બિન ઉશ્કેરણીજનક ગોળીબારનો યોગ્યરીતે જવાબ અપાઈ રહ્યો છે. ભારત દ્વારા સર્જિકલ હુમલા ગયા વર્ષે કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને અવિરત ગોળીબાર કર્યા છે. ગઇકાલે કરાયેલા ગોળીબારમાં ચાર જવાન સહિત ૯ લોકો ઘાયલ થયા હતા. રાજોરીમાં અંકુશરેખા પર મોર્ટાર સાથે આ હુમલો કરાયો હતો. સરહદ પર પ્રવર્તી રહેલી વિસ્ફોટક સ્થિતી વચ્ચે ગઇકાલે પણ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરીને ફરી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ સવારમાં રાજોરીના નૌશેરા સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શનિવારના દિવસે બે ભારતીય નાગરિકોના મોત થયા હતા. જ્યારે બીજા ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. ભારે ગોળીબાર વચ્ચે સ્થાનિક લોકોને ત્યાંથી ખસેડી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચારદિવસથી પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. શુક્રવારના દિવસે પાકિસ્તાને જમ્મુ જિલ્લાના અરનિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે વાડ પર કામ કરી રહેલા ભારતીય જવાનોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ અગાઉ બુધવાર અને ગુરૂવારના દિવસે પણ પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામા ંઆવ્યો હતો. જેમાં એક મહિલાનુ મોત થયુ હતુ. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબારના કારણે સ્કુલો બંધ કરાવી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. ભારતીય જવાનોના મૃતદેહ સાથે પાકિસ્તાની સેનાએ અમાનવિય કૃત્ય કર્યું હતું. મૃતદેહ સાથે બર્બરતાના પરિણામ સ્વરૂપે ભારતભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. આના લીધે સરહદ ઉપર તંગદિલી પણ પ્રવર્તી રહી છે.

Related posts

ઈસરો ૨૨ મેનાં રોજ રડાર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કરશે

aapnugujarat

ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

editor

झारखंड मेंभारी बारिश से उफनाईं नदियां, NDRF ने 59 लोगों को बचाया

aapnugujarat

Leave a Comment

URL