Aapnu Gujarat
ગુજરાત

ભચાઉ નજીક બસ અને ટ્રેકટર વચ્ચે ગંભીર અકસ્માત : ૧૦ના કરૂણ મોત

ભચાઉ નજીકના શિકરા ગામ પાસે ટ્રેક્ટર અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોસાળપક્ષથી મામેરા માટે જઇ રહેલા મામેરિયાપક્ષના દસ વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો વાગડના લેવા પાટીદાર સમાજના હતા, જેને પગલે સમગ્ર સમાજમાં શોકનો માતમ છવાઇ ગયો હતો તો, બીજીબાજુ, સમગ્ર પંથકમાં અકસ્માતને પગલે ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અખાત્રીજના દિવસે વાગડ લેવા પાટીદાર સમાજના સમૂહલગ્ન રખાયા હતા અને તેના ભાગરૂપે લગ્નપ્રસંગમાં મોસાળપક્ષથી મામેરું લઇ મામેરિયાઓને લઇ ટ્રોલી સાથેનું ટ્રેકટર નીકળ્યું હતું, ત્યારે વહેલી સવારે શિકરા ગામ પાસે પૂરપાટઝડપે આવેલી એક લક્ઝરીબસના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી ટ્રેકટરને જોરદાર ટક્કર મારી હતી, જેને પગલે ટ્રેકટર ફંગોળાઇ ગયું હતુ અને ટ્રોલી જબરદસ્ત રીતે ઉંધી વળી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ દસ લોકોના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં ભચાઉથી વિવિધ સંગઠનોના કાર્યકર્તા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો કશું સમજે તે પહેલા ન થવાનું થઈ ગયું અને અકસ્માત બાદ રસ્તા પર લોકો જોરદાર રીતે કણસતા રહ્યા અને આખરે મોતને ભેટ્યા હતા. તો, ઘાયલોને બચાવવા અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા ૧૦૮ને બોલાવાઇ હતી. શિકરા ગામ ખાતે સર્જાયેલા અકસ્માતને પગલે સમગ્ર વાગડ લેવા પાટીદાર સમાજમાં શોકનો માતમ છવાઇ ગયો છે તો, બીજબાજુ, સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ હતી. ૧૦થી વધુ ઇજાગ્રસ્તોને હાલ ભચાઉની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જયાં કેટલાકની હાલત ગંભીર મનાઇ રહી છે, તેને લઇ મૃત્યુ આંક વધવાની પણ આશંકા સેવાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર લગ્નપ્રસંગ શોકના માતમમાં ફેરવાઇ ગયો હતો.

Related posts

वडोदरा में मोबाइल चार्जिंग के दौरान फिल्म देखते हुए युवक की करंट से मौत

aapnugujarat

ટામેટાંના ભાવમાં એક મહિનામાં ૬૦ ટકા ઘટાડો

aapnugujarat

केंद्र तय करेगा कि गुजरात के किस शहर में एम्स खुले : नितिन पटेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1