Aapnu Gujarat
શિક્ષણ

તમામ મેડિકલ કોલેજ માટે પીજી કોર્સ ફરજિયાત કરાશે

એમઆઈસીના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણ નિયમન ૨૦૦૦માં કરવામાં આવેલા સુધારા મુજબ વર્તમાન તમામ મેડિકલ કોલેજોને શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧થી પીજી કોર્ષ શરૂ કરવાની બાબત ફરજિયાત કરવી પડશે. આ નિયમ નવા મેડિકલ કોલેજોની સાથે સાથે પહેલાથી જ ચાલી રહેલા ખાનગી મેડિકલ કોલેજો અને સરકારી મેડિકલ કોલેજ ઉપર પણ લાગુ થશે. આની સાથે સાથે નવા મેડિકલ કોલેજોને અંડર ગ્રેજ્યુએટ કોર્સની માન્યતા મળવાના ત્રણ વર્ષની અંદર પીજી કોર્ષ શરૂ કરવાના રહેશે. એમઆઈસી દ્વારા કરવામાં આવેલા સુધારા મુજબ નિયમોને અમલી કરવામાં નિષ્ફળ રહેવાની સ્થિતિમાં સંસ્થાઓની માન્યતાને રદ કરવામાં આવશે. આના માટે મંત્રાલય દ્વારા સુધારાઓને મંજુરી આપી દેવામાં આવી છે. નવા નિયમોને લઈને ટૂંક સમયમાં જ જાહેરનામું પણ જારી થશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પગલાંથી દેશમાં તબીબોની કમીની સમસ્યાને ઝડપથી દુર કરી શકાશે. આ સુધારા બાદ સરકારને દેશભરમાં આવનાર ચાર વર્ષમાં ૧૦ હજારથી વધારે પીજી મેડિકલ સીટની સંભાવના દેખાઈ રહી છે. આની સાથે સાથે શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે સીટમાં વૃદ્ધિ માટે મંજુરી આપતા પહેલા એમસીઆઈ તરફથી નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ મેડિકલ કોલેજોને પીજી સીટ માટે અરજી કરવાની રહેશે. અત્રે નોંધનિય છે કે હાલમાં એમસીઆઈ હેઠળ ૪૭૬ થી વધારે મેડિકલ કોલેજ નોંધાયેલી છે. જેમાં દેશભરમાં ૬૦ હજારથી પણ વધારે એમબીબીએસ સીટો છે પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ (ડિગ્રી ડિપ્લોમાં) ૩૦ હજારથી પણ ઓછી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભારતીય યુનિવર્સિટીઓનો વર્લ્ડ રેંકિંગમાં સુધારો, ૪૯ સંસ્થાનોને મળ્યુ સ્થાન

aapnugujarat

ુવડોદરામાં ૧૮ જૂને વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વવિદ્યાલયના સંકુલનું શિલાન્યાસ કરાશે

aapnugujarat

पीजी मेडिकल में एससी- एसटी केटेगरी के विद्यार्थियों को अन्याय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1