Aapnu Gujarat
બિઝનેસ

ઓડી કંપનીએ વિરાટ કોહલીને ક્યુ૭ કાર ગિફ્ટમાં આપી

ઓડી કંપનીએ એના ‘ઓડી ક્યુ’ પરિવારમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સામેલ કર્યો છે અને એને એસયૂવી આઈકન ઓડી ક્યુ૭ ૪૫ ટીડીઆઇ કાર ગિફ્ટમાં આપી છે.ઓડી ઈન્ડિયાના વડા રાહિલ અન્સારીએ કોહલીને સફેદ રંગની કારની ચાવી કોહલીને સુપરત કરી છે.અન્સારીએ કહ્યું કે, વિરાટ ફિલ્મ પરફોર્મન્સ ઉમદા છે એટલું જ નહીં, એનું સમગ્ર વ્યક્તિત્વ પણ જબરદસ્ત છે. ઓડી ક્યુ૭ના જુસ્સાને અનુરૂપ વિરાટને અમે ઓડી ક્યુ પરિવારમાં સામેલ કરતા આનંદ અનુભવીએ છીએ.
કોહલીએ પણ કહ્યું કે, હું છેલ્લા કેટલાક વખતથી ઓડીનો ઘણો જ વફાદાર ગ્રાહક રહ્યો છું. આ બ્રાન્ડની કાર યુથફૂલ એનર્જી દર્શાવે છે. ઓડી ક્યુ૭ ખરીદીને મને સંપૂર્ણ પેકેજ મળ્યાનો સંતોષ થયો હતો.
આ કાર લાઈટવેઈટ, સ્પોર્ટી અને પાવરફુલ અને સાથોસાથ લક્ઝરીનો આનંદ આપનારી છે. આ કાર લોન્ચ કરાઈ હતી ત્યારથી મને એ ખરીદવાની ઈચ્છા હતી અને આજે મને એ ગિફ્ટમાં મળી છે અને મારા કાફલામાં સામેલ થઈ છે.
ક્યુ૭ વિરાટ કોહલીની કંઈ પહેલી જ ઓડી કાર નથી. એની પાસે ઓડી આર ૮ એલએમએકસ લિમિટેડ એડિશન, ઓડી આર ૮ વી૧૦ , ઓડી એ૮એલ ડબલ્યુ૧૨ ક્વાટ્રો, ઓડી એસ૬ અને ઓડી ક્યુ૭ ૪.૨ ટીડીઆઇ કાર પણ છે.
ઓડી ક્યુ૭ કારની કિંમત રૂ. ૭૨ લાખ છે. આ કારને કંપનીએ ૨૦૧૫ની ૧૧ ડિસેંબરે ભારતની કાર માર્કેટમાં લોન્ચ કરી હતી.

Related posts

એટીએમમાંથી કેશ ઉપાડવા માટે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાગૂ કર્યો એક નવો નિયમ

aapnugujarat

જાન્યુઆરીમાં WPI ફુગાવો ઘટી ૨.૮૪ ટકા : ખાદ્યાન્ન વસ્તુ સસ્તી

aapnugujarat

સોના ચાંદીના ભાવમાં આવ્યો બદલાવ, જાણો થોડોક નવા રેટ્સ

aapnugujarat

Leave a Comment

URL