Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાઉથના પાંચ રાજ્યો પર ભાજપનું ફોકસ, અમિત શાહે નેતાઓને સોંપી બ્લ્યૂ પ્રિન્ટ

દેશભરમાં પોતાનો પરચમન લહેરાવવાના ઉદ્દેશ્ય સાથે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બળ પર ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ભારતમાં પણ પોતાનો વ્યાપ વધારવાની શરૂઆત કરી હતી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપા અધ્યક્ષ અમિત શાહે મિશન સાઉથનું બ્લ્યૂ પ્રિન્ટ પાર્ટી નેતાઓને સોંપ્યું છે. જેના માધ્યમથી ભાજપની નજર દક્ષિણના પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગના, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકની રાજનીતિમાં પોતાની પકડ મજબૂત કરવા માગે છે.એક સીનિયર ભાજપી નેતાએ કહ્યું કે, આ રાજ્યોમાં આરએસએસએ એક મજબૂત નેટવર્ક તૈયાર કરી લીધુ છે. જે ભાજપા માટે એક પ્લેટફોર્મની જેમ કામ કરશે. ભાજપના મિશન સાઉથની પહેલી પરીક્ષા આ વર્ષે કર્ણાટકમાં થનારા ઈલેક્શનમાં થશે. પાર્ટીના સાઉથ મિશન માટે અન્ય પાર્ટીઓના સ્થાપિત નેતાઓને પોતાના પક્ષમાં લાવવું, બીજા રાજ્યોથી પોતાના નેતા લઈ આવવા અને લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સને સામેલ કરવું તેમજ સ્થાનિક પાર્ટીઓને તોડવું બહુ જ જરૂરી છે.
તમિલનાડુ તેમજ કર્ણાટકમાં ભાજપના મહાસચિવ પી.મુરલીધરે કહ્યું કે, તમિલનાડુમાં સ્થિતિ પ્રવાહી છે. જોકે, આંતરિક લડાઈમાં એઆઇએડીએમકેને નબળું બનાવી દીધું છે, પરંતુ ડીએમકે તેનો ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં નથી. કેમ કે રાજ્યની જનતા જયલલિતા અને કરુણાનિધિની સરકારમાં ફસાઈ હોવાનું અનુભવી ચૂકી છે. આવામાં લોકો ફરીથી ભ્રષ્ટાચારીઓને સત્તામાં નહિ જોવા માગતા. જનતા તેમની પાસેથી છુટકારો માગે છે. એમ.કે સ્ટાલિન પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં અવાજ નથી ઉઠાવી રહ્યા. ભાજપનું માનવુ છે કે, હાલ કોંગ્રેસની સ્થિતિ મજબૂત નથી. આવામાં ભાજપ જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે. જોકે, કહેવા કરતા કરવું વધારે મુશ્કેલ છે. આ વાત પણ ધ્યાનમાં રાખવી કે, એનડીએને રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં એઆઇએડીએમકેના સપોર્ટની જરૂર પડશે.ભાજપના નેતાઓનું માનવુ છે કે, પોપ્યુલર ફિલ્મી સિતારાઓ પાર્ટીની સાથે જોડાશે તો તેમને ફાયદો થશે. જોકે, રજનીકાંતને પાર્ટીમાં સામેલ કર્યા બાદ અત્યાર સુધી કોઈ ફાયદો થયો નથી. સૂત્રોએ જણાવ્યું કે, વિશાળ અને વિજય જેવા સ્ટાર્સને સાથે લાવી શકાય છે. એક ભાજપી નેતાએ કહ્યું કે, લીડરશિપ પોઝીશનમાં એક પોપ્યુલર સ્ટાર હોવાને કારણે સ્થિતિ જ બદલાઈ જાય છે. આ બંનેમાંથી કોઈ એકને સાથે લાવી શકાય છે.

Related posts

૩.૫૯ ટકાના દર પર ફુગાવો પહોંચતા મોંઘવારીમાં વધારો

aapnugujarat

डीके शिवकुमार की गिरफ्तारी के बाद कर्नाटक में विरोध प्रदर्शन

aapnugujarat

ખીચડી સરકાર માટે મતો નહીં આપવા મોદીએ કરેલી અપીલ

aapnugujarat

Leave a Comment

URL