Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલ ચૂંટણીની આજે ગણતરી

ગુજરાત બાર કાઉન્સીલની ૨૫ સભ્યો માટે યોજાયેલી અત્યંત પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણીમાં હવે આવતીકાલથી મતગણતરી શરૂ થઇ રહી છે, જે લગભગ દસથી બાર દિવસ સુધી ચાલે તેવી શકયતા છે. ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે આવતીકાલથી સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મતગણતરી હાથ ધરવામાં આવશે. બાર કાઉન્સીલની ચૂંટણીની મતગણતરી આવતીકાલથી સૌપ્રથમવાર હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે હાથ ધરાનાર છે. આ મતગણતરીની સૌથી નોંધનીય અને વિશેષતા એ છે કે, બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ પ્રેફરેન્શીયલ વોટીંગ સીસ્ટમ હોઇ અને તેની મતગણતરી અટપટી હોઇ મતગણતરી માટે ખાસ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેટેસ્ટીક વિભાગના નિષ્ણાત પ્રોફેસરોની મદદ લેવામાં આવી છે. બાર કાઉન્સીલની ચૂંટણીનું પહેલું પરિણામ તા.૯મી એપ્રિલે આવે તેવી શકયતા છે. બીજીબાજુ, આવતીકાલથી શરૂ થઇ રહેલી મતગણતરીને લઇ રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં આ વખતે ૯૯ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતુ, આવતીકાલથી શરૂ થનારી મતગણતરીમાં હવે એક પછી એક તેમના ભાવિ નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૮મી માર્ચે અમદાવાદ સહિત રાજયભરમાં ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી અને અત્યંત રસાકસીભરી ચૂંટણી દરમ્યાન એકમાત્ર અમદાવાદના ભદ્ર કોર્ટ ગુજરાત કલબ ખાતેના મતદાન મથક પર સર્જાયેલી અંધાધૂંધી અને ગેરવ્યવસ્થાના કારણે આ સેન્ટરની ચૂંટણી રદ કરવામાં આવી હતી, જેથી ગઇકાલે અમદાવાદના ગુજરાત કલબ ખાતેના ફેર મતદાન યોજાયું હતું. જેમાં વકીલ મતદારો દ્વારા શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે મતદાન કરવામાં આવ્યું હતું. આમ, આખરે બાર કાઉન્સીલની ચૂંટણી સંપન્ન થતાં હવે આવતીકાલથી વિધિવત્‌ ગણતરીનો પ્રારંભ થશે. જે આશરે દસથી બાર દિવસ સુધી ચાલે તેવી શકયતા છે. મતગણતરી દરમ્યાન સ્વાભાવિક રીતે જ ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારોના હૃદયના ધબકારા વધી જવાના છે. તો જેમ જેમ પરિણામો જાહેર થતાં જશે તેમ તેમ કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો પણ સર્જાશે. આવતીકાલથી શરૂ થઇ રહેલી મતગણતરીને લઇ રાજયભરના વકીલઆલમમાં જોરદાર ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ છવાયો છે ત્યારે બીજીબાજુ, રાજયના ન્યાયતંત્રની નજર પણ બાર કાઉન્સીલની ચૂંટણીના આ પરિણામો પર રહેશે, જે નોંધનીય અને સૂચક છે.

Related posts

गोमतीपुर क्षेत्र में जर्जरित मकान की गेलेरी धराशायी होने पर १६ घायल

aapnugujarat

ગઢડા ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે ઓકસીજન પ્લાન્ટનુ વર્ચ્યુઅલ લોકાર્પણ

editor

ભકિતભાવ વચ્ચે કેમ્પ હનુમાનની શોભાયાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1