Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૩૦ પોઇન્ટ સુધરીને બંધ

શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. મૂડીરોકાણકારો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને સાવધાન રહેલા છે અને રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. આજે બીએસઈ સેંસેક્સ ૩૦ પોઇન્ટ ઉછળીને ૩૩૬૨૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફટી ઇન્ડેક્સ ૬ પોઇન્ટ ઉછળીને ૧૦૩૩૧ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર હાલ દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા છે. ભારતીય બજારો અને વૈશ્વિક બજારો પર તેની અસર થઇ હતી. આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે. મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સ ૫૭૮ પોઇન્ટ ઉછળીને ૩૩૫૯૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૩૨૫ની સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં બાઉન્સ બેકની સ્થિતિ રહી હતી. બજારમાં આજે મંદી રહી શકે છે.

Related posts

મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારાને કેબિનેટની મંજુરી

aapnugujarat

વૉટ્‌સએપની જેમ સિક્યોર હશે ફેસબુક, કોઈ નહીં વાંચી શકે મેસેજ : ઝકરબર્ગ

aapnugujarat

जम्मू-कश्मीर भारत का एक अभिन्न अंग है : इंद्रेश कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1