Aapnu Gujarat
શિક્ષણ

જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરિંગ અને ફાર્મસીને એઆઈસીટીઈની મંજૂરી

ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) તરફથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી તથા ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીની સ્થાપનાને આજે મંજૂરી આપવામાં આવી છે.ગુજરાતમાં પહેલીવાર જીટીયુ પોસ્ટ ગ્રેજ્યુએટ કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ (સાયબર સિક્યુરિટી) કોર્સ શરૂ કરશે. તે કોર્સમાં ૩૦ બેઠકોને એઆઈસીટીઈ તરફથી મંજૂરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ બીઈ (કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ) અથવા બીઈ (આઈટી) અથવા બીઈ (આઈસીટી)ની ડિગ્રી મેળવી હોય તેઓ આ કોર્સ માટે અરજી કરી શકશે. જીટીયુને એમ.ફાર્મ. અભ્યાસક્રમ શરૂ કરવાની પરવાનગી પણ એઆઈસીટીઈ તરફથી આપવામાં આવી છે. વૈશ્વિકીકરણના યુગમાં પેટન્ટ અને યુએસએફડીએ તેમ જ વિવિધ દેશોની દવા નિયામક ઑથોરિટીના નિયમોના નિષ્ણાતોની માગ નિકાસલક્ષી ફાર્મસી કંપનીઓમાં વધી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જીટીયુના આ નવતર કોર્સનો પ્રારંભ કરાઈ રહ્યો છે અને તેના માટે ૩૦ બેઠકોની મંજૂરી આપવામાં આવી છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.બંને કોર્સ હાલના તબક્કે ગાંધીનગરના સેક્ટર ૨૬ સ્થિત જીટીયુ કેમ્પસમાં કરવામાં આવશે. અમદાવાદના ચાંદખેડા ખાતેના જીટીયુ કેમ્પસમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડિગો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે ફાળવેલા ભંડોળમાંથી ચાંદખેડા કેમ્પસમાં અદ્યતન લેબોરેટરીઓ અને હોસ્ટેલ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. તે તમામ માળખાકીય સવલતો તૈયાર થઈ જાય પછીથી બંને કોર્સને ચાંદખેડા કેમ્પસમાં સ્થળાંતરિત કરવામાં આવશે. આ બેઉ કોર્સમાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગોને લગતા પ્રોજેક્ટો પણ કરવાના રહેશે. બંને કોર્સની પ્રવેશ પ્રક્રિયા એસીપીસી મારફતે હાથ ધરાશે.

Related posts

શ્રી ગોવિંદગુરૂ યુનિ.માં સેમેસ્ટર – ૬ની પરીક્ષાનો પ્રારંભ

editor

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

ડીપીએસ બોપલમાં (‘Life Around You’) અંગે ફોટો પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

URL