Aapnu Gujarat
શિક્ષણ

ઇજનેરીની ૭૧ હજાર બેઠક માટે ફાઈનલ મેરિટ લિસ્ટ ૨૭ જૂને જાહેર થશે

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સાયન્સ પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ આજથી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમાં પહેલો મોક રાઉન્ડ ૧૭થી ૨૨ જૂન દરમિયાન યોજાશે. તેમજ એડમિશન માટેનું પહેલું એલોટમેન્ટ લિસ્ટ તા.૫ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. તા.૧૭થી ૨૦ જુલાઈ રાઉન્ડ-૨ રિશફલિંગ અને ઓલ્ટ્રેશનનો યોજાશે.
રાજ્યની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ આધારિત કુલ ૧૩૮ કોલેજ છે. જેમાં ૭૧ હજાર જેટલી બેઠકો છે. ગત વર્ષે ખાનગી કોલેજોમાં ૪૮ હજાર વિદ્યાર્થીએ એડમિશન લીધા બાદ ૩૦ હજાર બેઠક ખાલી રહી હતી. ઉપરાંત રાજ્યમાં ૩૦ સરકારી ૧૦૨ ખાનગી એટલે કે સેલ્ફ ફાઇનાન્સ આધારિત અને ૯ પ્રાઈવેટ યુનિવર્સિટી છે જેમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાશે.
એસીપીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક જિલ્લામાં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માહિતી વિદ્યાર્થી અને વાલીઓને આપતા કાર્યક્રમો યોજાયા હતા. ધોરણ ૧૨ સાયન્સના ૮૧.૮૯ ટકા જાહેર થયેલાં પરિણામ અન્વયે આ વર્ષે પણ ૨૫થી ૨૮ હજાર જેટલી બેઠક ખાલી રહે તેવી શક્યતા છે.
માહિતી પુસ્તિકા અને પિન વિતરણ તા.૧૨ મેથી ૯ જૂન સુધી થશે. હેલ્પલાઈન ખાતે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિશન તા.૧થી ૧૨ જૂન થશે. ફાઈનલાઈઝેશન ઓફ શીટ મેટ્રિકસ તા.૧૫ જૂન થશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત પણ તા.૧૭ જૂને થશે. ચોઈસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ તા.૧૭ જૂનથી ૨૨ જૂન સુધી, મોક રાઉન્ડનાં પરિણામની જાહેરાત તા.૨૭ જૂને થશે. ફાઈનલ મેરિટ લિસ્ટની જાહેરાત પણ તા.૨૭ જૂને થશે. એડમિશન માટે ચોઈસમાં ફેરબદલ- ફેરફારનો પહેલો રાઉન્ડ તા.૨૭ જૂનથી તા.૨ જુલાઈ સુધી યોજાશે. ફર્સ્ટ એલોટમેન્ટની જાહેરાત અને લિસ્ટ તા.૫ જુલાઈએ થશે. એડમિશન સ્લિપ મેળવવા અને ફી ભરવાની મુદત તા.૫ જુલાઈથી તા.૧૨ જુલાઈ સુધીની રહેશે. રાઉન્ડ-૧ પછીની વેકન્સી (ખાલી જગ્યા)નું લિસ્ટ ડિસ્પ્લે તા.૧૩ જુલાઈના રોજ થશે. ૭ જુલાઈથી ૨૧ જુલાઈ ઓનલાઈન કેન્સેલેશન ઓફ એડમિશન થશે.
રાઉન્ડ-૨ રિશફલિંગ અને ઓલ્ટ્રેશન તા.૧૭ જુલાઈથી ૨૦ જુલાઈ, સેકન્ડ એલોટમેન્ટ લિસ્ટની જાહેરાત તા.૨૪ જુલાઈના રોજ થશે. એડમિશન સ્લિપ અને ફી ભરવાની મુદત તા.૨૪ જુલાઈથી ૨૮ જુલાઈ સુધીની રહેશે. ઓનલાઈન કેન્સેલેશન ઓફ એડમિશનની મુદત તા.૨૫થી ૩૦ જુલાઈની રહેશે. નવું શૈક્ષણિક વર્ષ તા.૨૭ જુલાઈના રોજ શરૂ થઈ જશે.

Related posts

આઈપીએસ અધિકારી દ્વારા ઈન્ટરનલ માર્ક અંગે ફરિયાદ

aapnugujarat

યુવાશક્તિનો ટેકનોલોજીયુક્ત શિક્ષણ પુરૂ પાડવા નમો ટેબ્લેટ

aapnugujarat

ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માર્ચમાં યોજાશે

aapnugujarat

Leave a Comment

URL