Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં તીવ્ર તેજી : ૫૭૮ પોઇન્ટનો સુધારો

આરબીઆઈની પોલિસી સમીક્ષાના દિવસે શેરબજારમાં જોરદાર તેજીનું ફરી વળ્યું હતું. રિઝર્વ બેંકે નવા નાણાંકીય વર્ષની પ્રથમ પોલિસી બેઠકમાં રેપોરેટને છ ટકા રાખતા તેની અસર બજાર ઉપર જોવા મળી હતી. માર્કેટમાં ૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેંસેક્સ ૫૭૮ પોઇન્ટ ઉછળીને ૩૩૫૯૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૩૨૫ની સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં બાઉન્સબેકની સ્થિતિ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા છે. ભારતીય બજારો અને વૈશ્વિક બજારો પર તેની અસર થઇ હતી. આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાના અધિકારીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે. મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો.
ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે. શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં તેજી રહ્યા હતા. અંતે જોરદાર કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક બજારોમાં નોંધાયેલી મંદી વચ્ચે તેની સીધી અસર જોવા મળી હતી. ગ્લોબલ ટ્રેડ વોરની દહેશત વચ્ચે બીએસઈ સેંસેક્સ ગઇકાલે ૩૫૨ પોઇન્ટ ઘટીને ૩૩૦૧૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૨૫ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૦૧૨૦ નોંધાઈ હતી.

Related posts

મોદી પર ક્રૂર ન્યુ ઇન્ડિયાનો આક્ષેપ

aapnugujarat

ત્રિપલ તલાક પર વટહુકમ જારી કરવા મોદી સરકારની તૈયારી

aapnugujarat

સેન્સેક્સમાં ૧૦૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1