Aapnu Gujarat
રાષ્ટ્રીય

જે ભાજપાને મત નથી આપતા તે પાકિસ્તાની : વિશ્વાસ સારંગ

મધ્યપ્રદેશના શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે એક વિવાદાસ્પદ નિવેદન આપતા જંગ છેડાઈ ગઈ છે.
વિશ્વાસ સારંગ ઝાબુઆમાં એક સરકારી કાર્યક્રમમાં કહ્યુ કે જે લોકો ભાજપાના મત નથી આપતા તેઓ પાકિસ્તાની છે. એટલુ જ નહી પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોના હાથ ઉંચા કરાવીને માત્ર ભાજપાને જ વોટ આપવાનો સંકલ્પ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં હાજર લોકોએ મંત્રીની સાથે હાથ ઉંચા કરીને ભાજપને મત આપવાના શપથ લીધા હતા.
મંત્રીને આટલાથી સંતોષ ન થતા તેમણે સમગ્ર મુદ્દાને રાષ્ટ્રવાદનો તડકો લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘જે દેશને પ્રેમ કરશે, તેઓ ભાજપને મત આપશે.’
મંત્રીએ ભાજપના પક્ષમાં દેશભક્તિનો માહોલ બનાવી દીધો પરંતુ કેટલાક હાથ ઉંચા ઉઠ્યા નહોતા.
શિવરાજ સરકારના મંત્રીએ ભાજપને મત નહી આપનારા લોકોને પાકિસ્તાની કહ્યા હતા, મંત્રીએ વધુમાં કહ્યું જોઈ લેજો આસપાસ કોઈ પાકિસ્તાની તો બેઠા નથી ને.

Related posts

अमेरिका ने भारत को 663 करोड़ रुपये से ज्यादा के सैन्य उपकरणों की बिक्री को मंजूरी दी

editor

पाकिस्तान दुनिया के लिए चुनौती है : राम माधव

aapnugujarat

રેલવેને ટ્રેક પર મુકવા માટે જંગી મૂડીરોકાણની તૈયારી

aapnugujarat

Leave a Comment

URL