Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈના પાંચ રેલવે સ્ટેશનો પર શરૂ કરાયા ‘વન રૂપી ક્લિનિક્સ’; દર્દીઓ તરફથી મળ્યો જોરદાર પ્રતિસાદ

રેલવે પ્રવાસીઓનાં અધિકારો માટેના કાર્યકર્તા સમીર ઝવેરીએ મુંબઈ હાઈકોર્ટમાં નોંધાવેલી એક જનહિતની અરજીના સંદર્ભમાં મધ્ય રેલવેએ મુંબઈમાં ઉપનગરીય સ્ટેશનો ખાતે તાકીદની તબીબી સેવા શરૂ કરી છે. ‘મેજિકદિલ’ કંપની સાથેના સહયોગમાં રેલવેએ શહેરના પાંચ સ્ટેશનો ખાતે રેલવે પ્રવાસીઓને મદદરૂપ થવા માટે દિવસ-રાત ચાલુ રહે એવા ‘વન-રૂપી ક્લિનિક્સ’ શરૂ કર્યા છે. આ ક્લિનિક્સમાં એવા દર્દીઓને માત્ર એક જ રૂપિયાનો ચાર્જ લઈને તબીબી સલાહ અને સારવાર આપવામાં આવે છે જેઓ રેલવેમાં અકસ્માતનો ભોગ બન્યાં હોય અથવા બીમાર પડી ગયા હોય.
મધ્ય રેલવેએ મુંબઈની તબીબી સેવા પૂરી પાડતી કંપની મેજિકદિલ હેલ્થ ફોર ઓલ પ્રાઈવેટ લિમિટેડના સહયોગમાં ઘાટકોપર, દાદર, કુર્લા, વડાલા, મુલુંડ સ્ટેશનો ખાતે આ અનોખા ક્લિનિક્સ શરૂ કર્યા છે અને ધીમે ધીમે કુલ ૧૪ સ્ટેશનો ખાતે આવા ક્લિનિક્સ શરૂ કરવામાં આવશે. આ ક્લિનિક્સમાં સામાન્ય દર્દીઓને ગુણવત્તાસભર તબીબી સારવાર આપવામાં આવે છે. રેલવેની આ પહેલને મુંબઈગરાંઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઘાટકોપર સ્ટેશને ગયા બુધવારે શરૂ કરાયાના પહેલા જ દિવસે આ ક્લિનિક ખાતે રાતે ૮ વાગ્યા સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો. રેલવે પરિસરમાં અકસ્માતનો ભોગ બનેલા કે બીમાર પડી ગયેલા તેમજ અન્ય સામાન્ય દર્દીઓને આ ક્લિનિક્સ ખાતે ત્વરિત તબીબી સારવાર આપવામાં આવી હતી. ઘાટકોપરમાં પૂર્વ ભાગમાં રેલવે પોલીસ ચોકીની બાજુમાં આ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે.
આ ક્લિનિક્સ ખાતે દર્દીઓને એમબીબીએસ અને એમડી થયેલા ડોક્ટરો તરફથી સારવાર આપવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સમીર ઝવેરીની ફરિયાદને પગલે મુંબઈ હાઈકોર્ટે રેલવે વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે મધ્ય અને પશ્ચિમ રેલવે વિભાગ પર તબક્કાવાર ઈમરજન્સી મેડિકલ રૂમ્સ શરૂ કરવામાં આવે.મધ્ય રેલવે અને મેજિકદિલ કંપનીએ પ્રારંભિક રીતે ઉક્ત પાંચ રેલવે સ્ટેશનોની એટલા માટે પસંદગી કરી છે કે ત્યાં અકસ્માતોનું પ્રમાણ વધારે રહેતું હોય છે અને આ સ્ટેશનો ખાતે સૌથી વધારે ગીરદી રહેતી હોય છે. ટૂંક સમયમાં સાયન, વાશી, થાણે સ્ટેશનો ઉપર પણ આ ક્લિનિક્સ શરૂ કરાશે.આ ક્લિનિક્સમાં એક રૂપિયામાં ડોક્ટરને બતાવ્યા બાદ અને ઈલાજ કરાવ્યા બાદ દર્દીઓને દવાઓ પણ આ જ ક્લિનિક્સમાંથી ડિસ્કાઉન્ટ રેટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે.મધ્ય રેલવે વિભાગ પર દરરોજ આશરે ૩૮ લાખ લોકો સફર કરે છે.આ વન રૂપી ક્લિનિક્સનો આઈડિયા ડો. રાહુલ ઘૂળેનો છે જેઓ આર્થર જેલ રોડના ભૂતપૂર્વ મેડિકલ ઓફિસર છે.

Related posts

કાશ્મીરમાં બે આતંકવાદીઓ ઠાર

editor

शशिकला से पुछताछ करने की तैयारी में है आयकर विभाग

aapnugujarat

देश के एक-एक इंच जमीन से घुसपैठियों को बाहर करेंगे : गृहमंत्री

aapnugujarat

Leave a Comment

URL