Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાલુની પુત્રી માસી ભારતીએ ૧૦૦ કરોડની જમીન માત્ર ૧ કરોડમાં ખરીદી

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ નવી મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે કઇ રીતે દિલ્હીમાં લાલૂનાં પરિવારનાં કેટલાક લોકોએ કરોડોની જમીન ડમી કંપનીની મદદથી ખુબ જ ઓછા ભાવે ખરીદી લીધી છે. આ કામ શંકાસ્પદ કંપનીઓનાં શેર ખરીદવા અને વેચવાની આડમાં કરવામાં આવી.
આરોપો જેના પર લાગ્યા છે તેમાં લાલુની મોટી પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી અને જમાઇ શૈલેશ કુમાર છે.રાજધાની દિલ્હીમાં તેમનાં દ્વારા એક કરોડ ૪૧ લાખ રૂપિયામાં ખરીદવામાં આવેલી ઘણી સંપતીઓની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું ગણાવાયું છે. મીસા ભારતી અને તેમનાં પતિ શૈલેશ કુમારે દિલ્હીનાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ નજીક બિજવાસનમાં એક ફાર્મ હાઉસ માત્ર ૧.૪૧ કરોડ રૂપિયામાં ખરીદી લીધું.
ઉપરાંત મીસા અને તેમનાં પતિએ સૈનિક ફાર્મ્સમાં પણ એક ફાર્મ ખરીદ્યું હતું. જેને ખરીદવાની પ્રક્રિયા પણ શંકાસ્પદ હતી.રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનાં રેકોર્ડના અનુસાર મીસા અને શૈલેષ લગભગ ૪ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનાં ડાયરેક્ટર છે. મીસા અને શૈલષે ડિસેમ્બર ૨૦૦૨માં મિશેલ પેકર્સ એન્ડ પ્રિન્ટર્સ લિમિટેડ નામની કંપની બનાવી હતી અને તેનું રજીસ્ટ્રેશન લાલુનાં અધિકારીક બંગલો ૨૫ તુગલક રોડ, નવી દિલ્હીના નામે કરાવાયું હતું. આ બંગ્લો લાલુને રાજ્યસભા સાંસદ તરીકે મળ્યું હતું.

Related posts

આધાર ડેટા ચોરીના અહેવાલ મુદ્દે પત્રકાર સહિત અન્યો સામે એફઆઈઆર

aapnugujarat

मार्च 2021 तक घर खरीदने वालों को राहत

aapnugujarat

भारत में ६ लाख से ज्यादा हैं बिना नियम वाले ड्रोन

aapnugujarat

Leave a Comment

URL