Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હાફીઝનો રાજકીય મોરચો આતંકવાદી સંગઠન ઘોષિત

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીથી પહેલા અમેરિકાએ મોટી કાર્યવાહી કરીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ત્રાસવાદી સંગઠન જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. એટલું જ નહીં અમેરિકાએ એમએમએલના સાત સભ્યોને પણ ત્રાસવાદી જાહેર કરી દીધા છે. અમેરિકાએ સોમવારના દિવસે તહેરીકે આઝાદી એ કાશ્મીરને પણ ત્રાસવાદી સંગઠનોની યાદીમાં મુકી દીધા છે. તહેરીકે આઝાદી એ કાશ્મીરને લશ્કરે તોઇબાના ફ્રન્ટ તરીકે ગણવામાં આવે છે. જે અમેરિકાના કહેવા મુજબ પાકિસ્તાનમાં કોઇપણ અડચણો વગર કામગીરી કરે છે. આનાથી એક દિવસ પહેલા જ પાકિસ્તાન ચૂંટણી પંચે એમએમએલને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવા માટે ગૃહમંત્રાલય દ્વારા ક્લિયરન્સ સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહ્યું હતું. પાકિસ્તાની ચૂંટણી પંચે એમએમએલને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાથી ઇન્કાર કરી દીધો હતો. કારણ કે, ગૃહમંત્રાલયે તેના પ્રતિબંધિત સંગઠનોથી સંબંધ હોવાને લઇને વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું હતું કે, આ પગલાનો હેતુ લશ્કરે તોઇબાને એવા સંશાધનો સુધી પહોંચતા રોકવાનો છે જેનાથી તે અન્ય આતંકવાદી હુમલાને અંજામ આપે છે. વિદેશ વિભાગમાં કાઉન્ટર ટેરેરિઝમના અધિકારીનું કહેવું છે કે, લશ્કરે તોઇબા પોતાને કઈ પણ કહે છે પરંતુ તે એક ખતરનાક ત્રાસવાદી સંગઠન છે. અમેરિકા લશ્કરે તોઇબાને રાજનીતિમાં પ્રવેશ કરવાથી રોકવા તમામ પ્રયાસો કરશે. આ પ્રતિબંધ બાદ હવે અમેરિકામાં રહેલી તોઇબાની તમામ સંપત્તિ જપ્ત થઇ શકશે. તોઇબાના ત્રાસવાદી પાકિસ્તાનમાં ખુલ્લીરીતે ફરી રહ્યા છે. ફંડ એકત્રિત કરવામાં આવે છે. ૨૬મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે જ તોઇબાને ત્રાસવાદી સંગઠન જાહેર કરાયું હતું.

Related posts

બાંગ્લાદેશમાં મોદીની મુલાકાત બાદ હિંસક પ્રદર્શન

editor

रोहिंग्या संकट : सू ची ने कहा बेगुनाहों के बेघर होने का दुख

aapnugujarat

Brazil में 24 घंटों में कोरोना से 1274 की मौत

editor

Leave a Comment

UA-96247877-1