Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રેડ વૉર : ચીને અમેરિકાની ૧૨૮ પ્રોડક્ટ પર ટેરિફ લાદ્યો

ચીને અમેરિકાની ૧૨૮ પ્રોડક્ટ પર ૨૫ ટકાથી વધારાનો ટેરિફ લગાવી દીધો છે. ચીનના નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યુ છે કે અમેરિકા દ્વારા ચીનના સ્ટીલ અને એલ્યુમીનિયમ પર લગાવવામાં આવેલા ટેરિફના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું છે. તે સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમે જંગ માટે તૈયાર છીએ.  ચીને અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. આ સૌથી મોટા વ્યાપારીક જંગ(ટ્રેડ વૉર)ની શરૂઆત છે, જેની વૈશ્વિક વ્યાપાર પર અસર પડી શકે છે.
મિનિસ્ટરીની વેબસાઈટ પર આપવામાં આવેલી સુચના અનુસાર ચીને અમેરિકાથી આવનારા ફળ સહિતની ૧૨૦ પ્રોડક્ટ પર ૧૫ ટકા ટેક્સ લગાવ્યો છે. પોર્ક સહિતની અન્ય ૮ પ્રોડક્ટ પર ૨૫ ટકા ટેક્સ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમેરિકાએ એલ્યુમીનિયમ પ્રોડક્ટ પર જે ટેક્સ લગાવ્યો છે તેના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે વિરોધ કરવા છતા પણ અમેરિકાએ સ્ટીલની આયાત પર ૨૫ ટકા અને એલ્યુમીનિયમની આયાત પર ૧૦ ટકા ટેક્સ લગાવી દીધો હતો.  ચીન મોટા પાયે અમેરિકા પાસેથી આ પ્રોડક્ટ નિર્યાત કરે છે. તે સમયે ચીને પણ આનો મોટાપાયે વિરોધ કર્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે તે આનો જવાબ આપશે. આમ તો અમેરિકાએ જે ટેરિફ લગાવ્યું છે તે વિશ્વ વ્યાપાર સંગઠન નિયમો વિરૂદ્ધ પરંતુ આમ છતા પણ ૨૩ માર્ચથી આ લાગુ થઈ ગયું છે.

Related posts

थाईलैंड में भूकंप के झटके

aapnugujarat

બ્રિટનનાં ડોક્ટરોને કોરોનાની દવાના પરીક્ષણમાં મળી સફળતા

editor

21 months in prison to convicted man for shared New Zealand mosque shooting video

aapnugujarat

Leave a Comment

UA-96247877-1