Aapnu Gujarat
રાષ્ટ્રીય

આધારને ફરજિયાત કરવા સામેની અરજી પર ૧૭મીએ સુપ્રમમાં સુનાવણી

સુપ્રિમ કોર્ટ સરકારી સ્કીમોના લાભ લેવા માટે આધારકાર્ડને ફરજિયાત બનાવવા કેન્દ્રના જુદા જુદા જાહેરનામાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી પર ૧૭મી મેના દિવસે સુનાવણી કરવા સહમત થઈ ગઈ છે. ચીફ જસ્ટીસ જેેએસ ખેહરના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેચ દ્વારા આ સમગ્ર મામલામાં સુનાવણી કરવામાં આવી રહી છે. ત્રિપલ તલાકની પ્રથાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ અરજીઓ પર સુનાવણી કરી રહેલી આ બેચ આધારના મામલે પણ સુનાવણી કરી રહી છે. વરિષ્ટ વકીલ શ્યામ દિવાને રજુઆત કરી હતી કે આધારનો મામલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તાકીદના આધાર ઉપર તેમાં સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. આધાર સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી તેવા કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યા હોવા છતાં સરકાર સ્કોલરશીપ, રાઈટ ટુ ફુડ, સ્કુલોમાં મધ્યાહ્ન ભોજન યોજના જેવી સ્કીમોના લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવાના સંદર્ભમાં જાહેરનામા જારી કરી ચુકી છે. આધારના મામલામાં અરજીદારો પૈકીના એક નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટના પૂર્વ ચેરમેન શાંતા સિંહા માટે ઉપસ્થિત રહેલા દિવાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આધારને ફરજિયાત કરવાની રજુઆતો થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે જુદી જુદી સ્કીમો માટે આધારને ફરજિયાત કરવાની સામે અરજીઓ પર બે જજની બેચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ રણજીતકુમારે રજુઆત કરતા કહ્યું હતું કે આધારના મામલામાં વચગાળાના આદેશો પણ પાંચ જજની બેચ દ્વારા આપવામાં આવી ચુક્યા છે. જેથી બે જજની બેચ સમક્ષ આ મુદ્દાઓને રજુ કરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. સોલીસીટર જનરલે એમ પણ કહ્યું હતું કે અરજીદારે કોર્ટને એવી માહિતી આપી નથી કે આધારને સ્વૈચ્છિક બનાવવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જુદા જુદા આદેશ બાદ પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરાઈ નથી. કેન્દ્ર સરકાર નવા કાયદા સાથે બહાર આવી ચુકી છે. આધારની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકી ઘણી અરજીઓ સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. પાંચ જજની બેચ દ્વારા તેમાં સુનાવણી કરવામાં આવશે. સીજેઆઈ દ્વારા આની હજુ રચના કરવામાં આવી નથી. અગાઉ સુપ્રિમ કોર્ટે કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવા માટે આધારને ફરજિયાત ન કરવા સરકાર અને તેની સંસ્થાઓને સૂચના આપી હતી.

Related posts

No plans to scrap sedition law as its needed to combat anti-national, secessionist, terrorist elements: Centre to RS

aapnugujarat

पुलिस ने व्हेल की उल्टी के साथ एक शख्स को किया गिरफ्तार, कीमत 1.7 करोड़ रुपए

aapnugujarat

मोदी के करीबियों को संघ के शीर्ष नेतृत्व में जगह नहीं

aapnugujarat

Leave a Comment

URL