Aapnu Gujarat
શિક્ષણ

પેપર લીકમાં ગુગલ પાસેથી ઇ-મેઇલની માહિતી મંગાઈ

સીબીએસઈ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ વિસલબ્લોઅરની તપાસ ચાલી રહી છે. આના માટે ગૂગલ પાસેથી પણ સહકારની માંગ કરવામાં આવી છે. જો કે, વિસલબ્લોઅરે જ સીબીએસઈના ચેરપર્સનને પરીક્ષાના થોડાક કલાક પહેલા જ ચેતવણી ઇ-મેઇલ કરાયો હતો. ક્રાઈમ બ્રાંચે આ ઇ-મેઇલ અંગે ગુગલ પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે. આ મેઇલ જીમેઇલ આઈડીથી મોકલવામાં આવ્યો હતો અને એમાં હાથથી લખાયેલ પ્રશ્નપત્રની નકલ પણ સામેલ હતી. વોટ્‌સએપ પર પેપર શેયર થવાની માહિતી વચ્ચે ક્રાઇમ બ્રાંચે ૧૦થી વધુ વોટ્‌સએપ ગ્રુપની ઓળખ કરી લીધી છે જેમાં તમામ ગ્રુપમાં ૫૦-૬૦ સભ્યો સામેલ છે. તપાસ અને પુછપરછનો દોર સતત જારી રહ્યો છે.
પેપર લીકને લઇને પાંચ વિદ્યાર્થીઓના સંગઠને માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી હતી. સીબીએસઈ ચેરપર્સનના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સીબીએસઈની ભુલોની સજા તમામ વિદ્યાર્થીઓ ન મળવી જોઇએ. દિલ્હીમાં સીબીએસઈ ઓફિસ બહાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન જારી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને એક્ઝામ વોરિયર્સ પુસ્તક લખી છે જે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તણાવથી દૂર રાખવા માટે છે. હવે તેમણે એક્ઝામ વોરિયર્સ-૨ લખવી જોઇએ. જેમાં તેમણે પેપર લીક થવાના કારણો તકલીફમાં મુકાયેલી વિદ્યાર્થી અને વાલીઓની જીંદગીઓની બાદ તે તનાણને દૂર કરવા શું કરવું જોઇએ તેના વિશે માહિતી હોવી જોઇએ.

Related posts

શાળામાં ફીના નામે ઉઘાડી લૂંટ, ૩૦૦ વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રાખ્યા

aapnugujarat

સાણંદની સી.કે.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયાના શિક્ષણ વિભાગ અને કેલોરેક્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં બહેતર સાંસ્કૃતિક સમજ વધારવાનો પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1