ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦માં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાનાર છે. બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં સૌથી આગળ છે જેથી બન્ને ટીમો જીત મેળવીને નૈતિક જુસ્સો વધારી દેવાના પ્રયાસ કરશે. કોલક્તાના ઐતિહાસિક મેદાન ખાતે આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. હાઇ સ્કોરિંગ મેચમાં રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની છેલ્લી મેચમાં હાર થઇ હોવા છતાં તે જોરદાર દેખાવ કરીને હાલમાં હાર બાદ ફરી જીતવાના માર્ગ પર પરત ફરવા માટે સજ્જ છે. આ મેચમા ચોગ્ગા અને છગ્ગાની જોરદાર રમઝટ જોવા મળી શકે છે.મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તે જોતા કોલક્તા સામે પડકાર ઘરઆંગણે જોવા મળી શકે છે. બન્ને ટીમોના દેખાવ પર નજર કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા બન્ને ટીમોએ ૧૩ ૧૩ મેચો રમી છે. જે પૈકી મુંબઇ ઇન્ડિયન્સે નવ મેચો જીતી છે અને ચારમાં તેની હાર થઇ છે. તેના ૧૮ પોઇન્ટ છે. બીજી બાજુ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલક્તાએ પણ ૧૩ મેચો રમી છે જે પૈકી તેની આઠમાં જીત થઇ છે. પાંચમાં હાર થઇ છે. તેના ૧૬ પોઇન્ટ છે. પોઇન્ટ ટેબલમાં એકબીજાથી આગળ નિકળી જવાની બન્નેને તક રહેલી છે. આઇપીએલમાં પ્રથમ તબક્કાની મેચો હવે પૂર્ણ થવા આવી છે. આગામી દોરમાં મુંબઇ, કોલક્તા બન્ને ટીમો પહોંચીગઇ છે. જેથી આ મેચ માત્ર ઔપચારિકતા સમાન છે પરંતુ બન્ને ટીમો જોરદાર દેખાવ કરવા તૈયાર છે. મુંબઇ તરફથી હાલમાં ઓપનિંગ બેટ્સમેન સિમોન્સ જોરદાર ફોર્મમાં છે. આ ઉપરાંત પોલાર્ડ અને પંડિયા બંધુઓ જોરદાર ફોર્મ ધરાવે છે. સાથે સાથે બોલિંગમાં બુમરાહ સતત સારો દેખાવ કરી રહ્યો છે.
આગળની પોસ્ટ