Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસ ભાજપને સમર્થન આપશે

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિરોધ પક્ષો એકત્રિત થવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેમની આશા ઉપર પાણી ફરી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે કારણ કે વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. જેનાથી ભાજપના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવાની આશા વધી રહી છે. અન્નાદ્રમુક અને બીજેડીની સાથે સાથે જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ ઉપર તમામની નજર હતી પરંતુ હવે વાયએસઆર કોંગ્રેસે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. રેડ્ડીએ મંગળવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી અને ભાજપના ઉમેદવારને પોતાના સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ પણ સંકેત આપ્યો છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવારન સમર્થન આપશે. આવી સ્થિતિમાં રેડ્ડીની મદદથી ભાજપ પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવી દેવા સંકેત છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ ભાજપના ઉમેદવાર પાર્ટીની અંદરની કોઈ વ્યક્તિ રહેશે. ભાજપ પાર્ટીથી બહાર બિનરાજકીય સામાજિક ક્ષેત્રથી સ્વતંત્ર વિચારધારા વાળી વ્યક્તિને પોતાના ઉમેદવાર બનાવશે નહીં. તે વિપક્ષની સાથે સાંકેતિક વૈચારિક લડાઈ લડવા માટે મંચ તૈયાર કરી ચુકી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતથી ભાજપ રાષ્ટ્રપતિ ચૂંટણીના ચૂંટણી મંડળમાં પોતાના સભ્યોની સંખ્યા પહેલાથી વધારી ચુક્યું છે. રાષ્ટ્રપતિ નિર્વાચન મંડળમાં લોકસભા અને રાજ્યસભાની સાથે સાથે વિધાનસભાના સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નિર્વાચન મંડળમાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી થોડાક અંતરે હતો પરંતુ વાયએસઆર કોગ્રેસના સમર્થનથી તથા ટીઆરએસ પણ સાથે જવાની સ્થિતિમાં ભાજપની સ્થિતિ હળવી બની ગઈ છે. હવે રાષ્ટ્રપતિ માટે થનાર જંગ સંપૂર્ણપણે ખતમ થઈ જાય તેમ માનવામાં આવે છે. ભાજપ અન્ય કેટલાક પ્રાદેશિક પક્ષોને પણ એકમંચ પર લાવવામાં સફળ થઈ શકે છે. બીજી તરફ તમિલનાડુમાં સત્તારૂઢ પાર્ટી અન્નાદ્રમુકને લઈને વધારે આશા દેખાઈ રહી નથી. જો બીજેડીની વાત કરવામાં આવે તો હજુ સુધી પોતાના પત્તા આ પાર્ટી દ્વારા ખોલવામાં આવ્યા નથી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયક સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના નેતા સંપર્ક કરી ચુક્યા છે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ડાબેરી નેતા સીતારામ યચુરીનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી હંમેશા એકમત થયેલા વિપક્ષ માટે પડકારરૂપ રહી છે. વિપક્ષ માટે ક્ષેત્રીય દળોની હાજરી જરૂરી બને છે પરંતુ ક્ષેત્રીય દળોના કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવી સરળ નથી. કોંગ્રેસ વાયએસઆર અને ભાજપ એકસાથે આવે આનો મતલબ એ થયો કે આંધ્રપ્રદેશની રાજનીતિમાં નવા સમિકરણો રચાઈ શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે વાયએસઆર કોંગ્રેસ સમર્થન કરનાર છે. આંધ્રપ્રદેશની સત્તારૂઢ પાર્ટી ટીડીપી ભાજપના સાથી પક્ષ તરીકે છે. જ્યારે જગનમોહન રેડ્ડી ચંદ્રબાબુ નાયડુના મુખ્ય સ્પર્ધક તરીકે છે. સાથે સાથે તેમની જગ્યા લેવા માટે મહત્વકાંક્ષી પણ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાની સાથે સાથે વિધાનસભાના સભ્યો ભાગ લેતા હોય છે.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત હાલમાં દેશના ૧૨ મોટા રાજ્યોમાં ભાજપ પાસે પૂર્ણ બહુમતીની સરકાર છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

બાબરી કેસથી કપિલ સિબ્બલ દૂર

aapnugujarat

VBA offers Congress 40 of 288 seats for upcoming Maharashtra assembly polls

aapnugujarat

પાકિસ્તાન – ચીનનું વલણ બદલાયું નથી : Mohan Bhagwat

editor

Leave a Comment

URL