Aapnu Gujarat
મનોરંજન

કલકીને રિમેક ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

અભિનેત્રી કલકી પણ બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે ટકી રહેવામાં હજુ સુધી નિષ્ફળ રહી છે. બોલ્ડ અને સેક્સી સીન ફિલ્મોમાં કર્યા હોવા છતાં તે પોતાની છાપ ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. જો કે તે મોટા બેનરની ફિલ્મ હાંસલ કરી લેશે તેવી આશા ધરાવે છે. હજુ સુધી ફ્લોપ હોવા છતાં તે આગામી દિવસોમાં વધુ મોટી ફિલ્મોમાં કામ કરવા માટે ઈચ્છુક બનેલી છે. કલ્કીએ કહ્યું છે કે તે ગુરૂદત્ત અને વહીદા રહેમાનની ક્લાસીક ફિલ્મ પ્યાસાની રીમેકમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. કલ્કીને આ ગાળા દરમિયાન એવી માહિતી આપવામાં આવી હતી કે આમિરખાન પણ પ્યાસાની રીમકે બનાવવા ઈચ્છુક હતા. આમિરખાને આ વર્ષ પહેલા ગુરૂદત્તના અવતારમાં ફિલ્મમાં પોસ્ટરને જારી કરીને ચર્ચા જગાવી હતી. પોસ્ટરમાં વહીદા રહેમાનની જગ્યાએ કેટરીના કૈફને લેવામાં આવી હતી. આ વાત સાંભળીને કલ્કીએ કહ્યું હતું કે તે પણ આમિરખાનને કહેવા માંગે છે કે પ્યાસા ફિલ્મની રીમેકમાં તેની કામ કરવાની ઈચ્છા રહેલી છે.વીતેલા વર્ષોની ક્લાસીક ફિલ્મ પ્યાસાની રીમેક બનાવવામાં આવે તો કયા ફેરફાર કરવા ઈચ્છુ છે તેવા પ્રશ્નના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે જો આ ફિલ્મની રીમેક બનાવવામાં આવશે તો ફિલ્મમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા તે રાખતી નથી. ફિલ્મના તમામ ગીતો અગાઉની જેમ જ રાખવા જોઈએ. જો ફેરફાર કરવાની ઈચ્‌ રાખવામાં આવે તો એટલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે કે ફિલ્મને આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે. જોકે કમનસીબ રીતે છેલ્લા ૫૦ વર્ષની સ્થિતિ અને આજની સ્થિતિમાં કોઈ ફેરફાર થયા નથી. લોકોનું વર્તન આજે પણ એવું જ છે જેવું ૫૦ વર્ષ પહેલા રહ્યું હતું. કલકી નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી.

Related posts

હાઉ ટુ બી એ લેટિન લવર ફિલ્મને લઇ સલમા હાયેક વ્યસ્ત

aapnugujarat

વરૂણ અને સારા અલી કુલી નંબર વન ફિલ્મમાં ચમકશે

aapnugujarat

आलिया भट्ट ने रणबीर कपूर से कहा आई लव यू : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

URL