Aapnu Gujarat
શિક્ષણ

શાળાઓએ કેટલી ફી લેવી એ સરકાર જ નક્કી કરશે : સીએમ વિજય રૂપાણી

છેલ્લા ઘણા સમયથી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. ફી નિયંત્રણ કમિટી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ફી નિયંત્રણ કાયદામાં કોર્ટના કારણે મોડુ થયું છે. શાળાઓએ કેટલી ફી લેવી એ સરકાર નક્કી કરશે. શાળાઓ અત્યારે જે ફી લેશે તે પ્રોવિઝનલ ફી હશે. સંચાલકોએ જે વધારાની ફી લીધી હશે તે સરકાર પરત અપાવશે. હમણા વાલીઓ થોડી ધીરજ રાખે. રાજય સરકાર દ્વારા કોઇ પ્રોવિઝનલ ફી નક્કી કરાઇ નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યુ હતું કે, વાલીઓ તરફથી સરકાર લડી રહી છે. જોકે જે લોકો વાલીઓ નથી તેવા લોકો સરકાર પર આક્ષેપ કરે છે. ત્યાર બાદ શિક્ષણમંત્રીએ કહ્યુ કે, કામચલાઉ ફી શાળાઓ જાહેર કરશે. કામચલાઉ ફીથી વધુ ફી શાળાઓ નહી લઈ શકે. આ મામલે કેટલાક લોકો ગેર સમજ ફેલાવવા માંગે છે અને આ મામલે જીઝ્રએ અત્યારે કોઈ પગલા ન લેવા માટે જણાવ્યુ છે.

Related posts

होटल मैनेजमेंट में बंपर प्लेसमेंट, इंजीनियरिंग में कम

aapnugujarat

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળની ધો.૧ની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત

editor

નવચેતન સ્કૂલના ધો-૧૦ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1