Aapnu Gujarat
મનોરંજન

સુશાંત અને જેકલીન નવી ફિલ્મ સાથે કરશે

બોલિવુડમાં એક નવી ફ્રેશ જોડી નજરે પડનાર છે. મળેલી માહિતી મુજબ સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ બંનેએ પોતાની આગામી ફિલ્મ ડ્રાઈવ માટેનું શુટીંગ શરૂ કરી દીધું છે. આ બંનેએ ફિલ્મના શુટીંગમાં સામેલ હોવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહરે પણ ટ્‌વીટર ઉપર ફિલ્મના મુહુર્ત શોટને લઈને માહિતી આપી છે. આ ફોટોમાં સુશાંત અને જેકલીન નજરે પડે છે. કરણ જૌહરે ફોટાના કેપ્સનમાં લખ્યું છે કે ફ્રેન્ચાઈસીઝ ફનની શરૂઆત થઈ રહી છે. તરૂણ મનસુખાની દ્વારા નિર્દેશિત અને સુશાંત તથા જેકલીન દ્વારા અભિનેત આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિરિઝની આ પ્રથમ ફિલ્મ રહેશે. ડ્રાઈવ સિરિઝ હેઠળ કરણ જૌહર ઓછામાં ઓછા ત્રણ ફિલ્મો બનાવવાની યોજના ધરાવે છે.
આ તમામ ફિલ્મો રોમાન્સ સાથે ભરપુર એકશન થ્રિલર ફિલ્મ રહેશે. એમ માનવામાં આવે છે કે હિટ ફ્રેન્ચાઈસીઝ ધૂમને પડકાર ફેંકવાને હેતુસર આ ડ્રાઈવ સિરિઝની શરૂઆત કરવામાં આવી રહી છે. કરણ જૌહર સાથે લાંબા સમય બાદ તરૂણ મનસુખાની કામ કરી રહ્યા છે. ૨૦૦૮માં આવેલી કરણ જૌહરના પ્રોડકશન હાઉસની હીટ ફિલ્મ દોસ્તાનાથી બોલિવુડમાં નિર્દેશક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર તરૂણ મનસુખાની કરણ જોહર સાથે કામ કરવાને લઈને ભારે ઉત્સુક છે. દોસ્તાના ફિલ્મમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં નજરે પડ્યા હતા. હવે સુશાંત અને જેકલીનને લઈને નવી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના સેટ ઉપર તરૂણ સાત વર્ષ બાદ તરત પહોંચ્યા છે. ૨૦૦૮માં છેલ્લે કરણ અને મનસુખાનીની જોડી એક સાથે ફિલ્મ નિર્માણમાં સામેલ થઈ હતી. સુશાંતને પ્રથમ વખત એક મોટા બેનરની ફિલ્મ હાથ લાગી છે. જેનાથી તે પણ આશાવાદી છે.

Related posts

एक मास एंटरटेनर फिल्म करना चाहती थी : अमायरा दस्तूर

aapnugujarat

અભિષેક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં રોલ કરે તેવી વકી

aapnugujarat

Richa ने OTT पर फिल्मों की रिलीज को बताया निर्माताओं की इच्छा

editor

Leave a Comment

URL