સોનમ કપુર રાજકુમાર હિરાની સાથે ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. આ ફિલ્મ વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર આધારિત ફિલ્મ છે. જેમાં તે સંજય દત્તની પ્રેમિકાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેના રોલ અંગે પુછવામાં આવતા સોનમ કપુરે માહિતી આપવાનો ઇન્કાર કર્યોહતો અને કહ્યુ હતુ કે આ તબક્કે રોલ અંગે વાત કરવી યોગ્ય રહેશે નહી. નિરજાની અભિનેત્રીએ એમ પણ કહ્યુ છે કે તે બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે રાજકુમાર હિરાની સાથે તમામ કલાકારો કામ કરવા માટે હમેંશા ઉત્સુક રહે છે. સોનમ કપૂરનું કહેવું છે કે તે પોતે પણ રાજકુમાર હિરાનીની મોટી ચાહક તરીકે છે. રાજકુમાર હિરાની કોઈપણ ફિલ્મને ખૂબ જ શાનદાર રીતે રજુ કરવા માટે જાણીતા છે. નવી ફિલ્મ સંજય દત્તની લાઈફ ઉપર આધારીત છે. જેમાં સોનમ કપૂરની સાથે સાથે રણબીર કપૂર, અનુષ્કા શર્મા, પરેશ રાવલ, મનિષા કોઈરાલા, મનિષા તન્ના, વિકી કૌશલ, દિયા મિરઝાનો સમાવેશ થાય છે. મનિષા કોઈરાલા ફિલ્મમાં સંજય દત્તની માતા તરીકેની ભૂમિકામાં નજરે પડકનાર છે. જ્યારે અનુષ્કા શર્મા, સોનમ કપૂર પ્રેમિકા તરીકે નજરે પડનાર છે. જ્યારે દિયા મિર્ઝા સંજય દત્તની પત્ની માન્યતાના રોલમાં નજરે પડનાર છે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. સંજય દત્તના પડકારરૂપ રોલમાં રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા અદા કરી છે. રણબીર કપૂરે અગાઉ રાજકુમાર હિરાનીની પીકે ફિલ્મમાં ટૂંકી ભૂમિકા અદા કરી હતી.
આગળની પોસ્ટ