Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : મેક ઇન ઇન્ડિયા અભિયાનથી આંબેડકર સપનું પરિપૂર્ણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત મારફતે જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. મોદીએ ખેડૂતોથી લઇને લોકો આરોગ્ય સાથે જોડાયેલા વિષય ઉપર વાત કરી હતી તેમણે ઉમેર્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા મારફતે બાબા સાહેબ આંબેડકરના સપના પૂર્ણ થઇ રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાને વિઝન સાથે જોડીને મોદીએ કહ્યું હતું કે, આજે દેશમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન સફળતાપૂર્વક જારી છે. આંબેડકરે ઔદ્યોગિક શક્તિ તરીકે ભારત માટે સપનું જોયુ હતું. તેમના વિઝન અમારા માટે પ્રેરણા સમાન બની ગયા છે. મોદીએ કહ્યું હતું કે, આજે ભારત વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં એક ્‌બ્રાઇટ સ્પોટ તરકે ઉભર્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર કેન્દ્રિત છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પ્રત્યક્ષ મૂડીરોકાણ ભારતમાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારતને મૂડીરોકાણ, ઇનોવેશન અને વિકાસના હબ તરીકે જુએ છે. મન કી બાત કાર્યક્રમ મારફતે મોદીએ વિરોધ પક્ષોની પણ ઝાટકણી કાઢી હતી. સાથે સાથે ભારતીય રાજનીતિમાં ગરીબ અને પછાત લોકોની ભૂમિકાને લઇને આંબેડકરના વિચારોને રજૂ કર્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે, ગરીબ અને પછાત જાતિના લોકો પણ સપના સાકાર કરવા માટે સપના જોઇ શકે છે. રામનવમીના પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપવાની સાથે તેમના નિવેદનની શરૂઆત કરી હતી. આરોગ્યને લઇને પણ વાત કરી હતી. સ્વચ્છ ભારતની વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમના ૪૨માં એપિસોડમાં મોદીએ મેક ઇન ઇન્ડિયાની સફળતાને લઇને ઉઠી રહેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારત ઔદ્યોગિક સુપરપાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગરીબોને રોજગાર આપવાની દિશામાં ઔદ્યોગિકીકરણની પ્રવાહી ભૂમિકા છે. મેક ઇન ઇન્ડિયા આ દિશામાં કામ કરી રહ્યું છે. મોદીએ પોતાના કાર્યક્રમમાં અહેમદ અલીની ઇચ્છા શક્તિ, અજીત મોહન ચૌધરીની ભાવનાની રજૂઆત કરી હતી. કાનપુરના તબીબ અજીત મોહન ચૌધરીની પટકથાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ડોક્ટર અજીત મોહન મોટાભાગે ફુટપાથ ઉપર જઇને ગરીબ લોકોને મફતમાં દવા આપે છે. તેમની તબીબી ચકાસણી કરે છે. દેશના બંધુત્વની ભાવનાને આના લીધે જોઇ શકાય છે. આવી જ રીતે આસામના કરીમગંજના એક રિક્ષા ચાલકે હોસ્પિટલ બનાવીને અભૂતપૂર્વ કામગીરી અદા કરી છે. સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત એકબીજાના પ્રયાય છે.

Related posts

રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

aapnugujarat

भारत के साथ वार्ता का ड्रामा कर रहा चीन

editor

ભાજપ ઉત્તરપ્રદેશમાં એક તૃતિયાંશ લોકસભા બેઠકો પર ઉમેદવારો બદલશે..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1